ઉમરપાડા તાલુકામાં 90 લાખ રૂપિયાના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યુ
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : ઉમરપાડા તાલુકામાં 90 લાખ રૂપિયાના વિકાસના કામોના લોકાર્પણ અને ખાર્તમુહર્ત કરવામાં આવિયા જેમાં ઉમરપાડા, વેંજાલી ઉંચવાણ, કેવડી, શરદા, વેલાવી, આંબા ગોવટ, દિવતણ, ઘાણાવડ, પીનપુર, અંબાડી, બરડી, ઉમરગોટ, પાંચઆંબા વગેરે ગામોમાં વિકાસના 90 લાખ રૂપિયાના કામનું લોકાર્પણ અને ખાર્તમુહર્ત કરવામાં આવ્યુ.
જેમાં 10% રાજ્ય કક્ષાની ગ્રાન્ટ,MLA ગ્રાન્ટ, 15% વિવેકાધીન જોગવાઈ, RMB પંચાયત વિભાગ, 14મુ નાણાપંચ, TSP, A.T.V.T જેવી વિવિધ યોજનામાંથી થયેલા વિકાસના કામોનું લોકાર્પણ અને ખાર્તમુહર્ત કરવામાં આવ્યુ હતું. સીસી રસ્તા, પેવર બ્લોક, પંચાયત ભવન, જેમાં સુરત જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિ ચેરમેન સામસીંગ ભાઈ વસાવા,તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ દરિયાબેન વસાવા, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ ગંભીરભાઈ વસાવા વાડી તાલુકા પંચાયત સીટના સભ્ય નરપતભાઈ વસાવા સુરત જિલ્લા ભાજપા ઉપ પ્રમુખ રાજુભાઈ વસાવા ઉમરપાડા તાલુકા ભાજપા પ્રમુખ વાલજીભાઇ વસાવા તાલુકા ભાજપા મહામંત્રી અમિષભાઈ, અર્જુનભાઈ વસાવા, માજી સિંચાઈ સમિતિ ના અઘ્યક્ષ શાંતિલાલ વસાવા, જિલ્લા પંચાયત સભ્યો ઇન્દુબેન વસાવા કેવડી તાલુકા પંચાયત સભ્ય કરણભાઈ વસાવા, ઉમરપાડા સરપંચ રમીલાબેન, ઉંચવાણ સરપંચ માલુબેન વસાવા,શરદા સરપંચ ચંચળબેન વસાવા, વહાર સરપંચ ઇંદ્રજીતભાઈ વસાવા,ઉમરપાડા માજી સરપંચ સારદાબેન મનીષભાઈ વસાવા, વિપુલભાઈ આગેવાનો હાજર રહ્યા હતાં.