ભરૂચનો ગોલ્ડન બ્રિજ આવતી કાલે વાહન ચાલકો માટે બંધ થઈ શકે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ભરૂચ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા નર્મદાની જળ સપાટી વધે તો ભરૂચનો ગોલ્ડન બ્રિજ બંધ કરવા ભરૂચ જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.
જો ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટી 36 ફૂટને ક્રોસ કરશે તો તકેદારીના ભાગ રૂપે ગોલ્ડન બ્રિજ બંધ કરાશે. પૂનમની ભરતીના પગલે ગોલ્ડનબ્રિજ પર નર્મદાની જળ સપાટી વધી શકે છે વર્ષ 197માં41.50 ફૂટ, વર્ષ 1990 માં 37.01 ફૂટ, વર્ષ 1994 માં 39.54 ફૂટ, વર્ષ 2013 માં 35.75 ફૂટ, નર્મદામાં પુરના પાણી આવવાના કારણે અને નર્મદાની જળ સપાટી વધતા પુલ બંધ કરવામાં આવ્યો હતો. ભરૂચમાં હાલ ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 35.04 ફૂટ છે. નર્મદા નદીની સપાટી અને ડેમમાંથી આઉટફ્લો સ્થિર છે એમ જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું છે.