નર્મદા નદીની જળ સપાટી 34 ફૂટને પાર : જોકે હાલ પાણી સપાટી ઉતરતા તંત્રનો હાશકારો
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : નર્મદા નદીની જળ સપાટી 34 ફૂટને પાર થઈ છે, જેને લીધે, અંકલેશ્વર તાલુકાના નીચાણવાળા ગામોમાં પાણી ફળી વળતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જેમાં અંકલેશ્વરનાં જુનાદિવા ગામમાં નર્મદાના પાણી ચારે બાજુ ફરી વળતાં, ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. જુના દિવાગામનાનાં ચાણ વાળા ફળીયામાં પાણી ઘુસી જતા 500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગામના સરપચ અને તલાટી સહિત વહીવટીતંત્ર ખડેપગે સ્થિતિ પર નજર રાખી રહયુ છે.તો બીજી તરફ પાણીની સપાટી ઉતારતાં વહીવટીતંત્રએ હાશકારો લીધો છે. સાથે જ પાણી ઉતરી ગયા બાદ કોઈ રોગચારો ન ફેલાઈ એને ધ્યાનમાં લઈ વહીવટીતંત્રએ આરોગ્યની ટીમને સ્ટેન્ડબાય રાખી છે.