સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત થઈ રહેલો વધારો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વરસાદી પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં ઉપરવાસમાંથી 10 લાખ 15 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.ડેમના 23 દરવાજા માંથી 9 લાખ 54 હજાર કયુએક પાણી છોડવામાં આવ્યું છે.હાલ નર્મદા ડેમની સપાટી 132.51 મીટરે પોહચી છે. જેને પગલે નર્મદા નદીમાં પુરની સ્થિતિનું નિર્માણ થતાં વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 52 ગામોને એલર્ટકરવામાં આવ્યા છે. જો કે હાલમાં પણ નર્મદા નદીમાં પુરની સ્થિતિ યથાવતરહેવા પામી છે. નર્મદા નદીમાં પુરના કારણે અંકલેશ્વર પુલના પિલરનું ધોવાણ થતાં તિલકવાડા, દેવલિયા, છોટાઉદેપુર, રાજપીપળા જતા વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આ વાહનો નવાગોરા પુલ તરફથી જશે. આ માર્ગ પર ટ્રાફિક વધે તેવી શક્યતાઓ જોતા પોલીસ મૂકી દેવામાં આવી છે. જ્યારે અંકલેશ્વર જુના નેશનલ હાઇવે 8 થીછાપરા, કાસીયા, જુના કાસીયા, અડાળા, માંડવાને જોડતો મુખ્યમાર્ગ પાણીમાં ગરકાવ થતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.સાથે જ પ્રશાસન દ્વારા રસ્તો બંધ છે ના ચેતવણીના બોર્ડ મારી દેવામાં આવ્યા છે. આ માર્ગ 5 ગામોમાંથી પ્રસાર થઈ નવા નેશનલ હાઇવે 48ને જોડતો માર્ગ છે. જયારે ભરૂચ અને શુકલતીર્થને જોડતો રોડ ઉપર પાણી આવી જતા એ માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો છે.શુકલતીર્થ ગામના પાદર બસ સ્ટોપ સુધી પાણી આવી ગયા છે.શુકલતીર્થ અને કડોદ ગામની ખેતરો પાણી થી ભરાઈ ગયાછે. તાત્કાલિક ધોરણે 100 લોકોનું સ્થળાંતર વહીવટીતંત્ર એ કરાવ્યું છે. ભરૂચ શહેરના ફુરજા દાંડિયાબજાર વિસ્તારમાં પુરના પાણી ઘુસી ગયા છે. જેને પગલે સ્થાનિક લોકોને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પુરને પગલે બજારમાં નાવડી ફરતી કરવામાં આવી છે.