ડાંગના અંતરિયાળ વિસ્તારમાં નેટવર્કના અભાવે ઓનલાઇન શિક્ષણમાં પડતી મુશ્કેલી દૂર કરવાની માંગ સાથે ABVP દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : ડાંગના અંતરિયાળ વિસ્તાર માં નેટવર્કના અભાવે બાળકો ને ઓનલાઇન શિક્ષણ મેળવા પડતી મુશ્કેલી દૂર કરવાની માંગ સાથે ABVP દ્વારા કલેકટર ને આવેદનપત્ર સુપુત્ર કર્યુ

હાલ કોરોના મહામારી ના કારણે સમ્રગ વિશ્વ પ્રભાવતિ થયુ છે જેને લઇ શિક્ષણ જગત ને પણ માઠી અસર પડતી જોવા મળી છે જેમાં કોરોના મહામારીનાં કારણે હાલ શાળા કોલેજો બંધ હાલતમાં છે, તેમ છતા સરકારનાં પ્રયાસ થકી ઓન લાઇન શિક્ષણ માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે પરંતુ ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં નેટવર્ક અને વીજળી ની સમસ્યાનાં કારણે આ વિસ્તારમાં ઓનલાઇન શિક્ષણ મળવું મુશ્કેલ બન્યુ છે જેમાં હાલ ડિજીટલ યુગમાં પણ ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં નેટવર્કની સમસ્યાને કારણે ફોન હોવા છતાં પણ બાળકો ઓનલાઇન શિક્ષણથી વંચિત રહે છે ઓનલાઇન શિક્ષણની વાતો તો દૂર રહી પણ નેટવર્ક સમસ્યાને લઇ લોકો ઇમરજન્સી સેવાનો પણ લાભ મેળવી શકતા નથી જે માંગ સાથે ડાંગ અખિલ ભારતીય વિધાર્થી પરિષદના કાર્યકરો દ્વારા ડાંગ કલેકટરશ્રીને આવેદનપત્ર સુપ્રત કરી ડાંગના અંતરિયાળ વિસ્તારમાં વિધાર્થી ઓને ઓનલાઇન શિક્ષણ મેળવા મોબાઇલ નેટવર્કને લઇ પડતી મુશ્કેલી દૂર કરવા માંગ કરી હતી આ આવેદનપત્ર સુપુત્ર કરતી વેળા વિધાર્થી પરિષદ ડાંગના મંત્રી કેતન ગાવિત રવીન્દ્ર રાઉત સહિત અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *