કચ્છનું ઘુડખર અભ્યારણને આજથી પર્યટકો માટે ખુલ્લુ મુકાયું : મુલાકાતીઓની સંખ્યામાં વધારો

Contact News Publisher

ગીર અભ્યારણ બાદ આજથી ઘુડખર અભ્યારણને પર્યટકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. 4 હજાર 953 ચોરસ કીલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા આ અભ્યાણમાં વિદેશી પક્ષી અને મોટી સંખ્યામાં ઘુડખર જોવા મળે છે.રાજ્યના વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીને બચાવવા માટે અને લોકોને જાગૃત કરવા નિઃશુલ્ક શિબિરનું આયોજન કરવામાં આવે છે.છેલ્લા ઘણાં વર્ષોમાં આ રણની મુલાકાત લેનાર પ્રવાસીની સંખ્યામાં પણ ઉતરોતર વધારો થઈ રહ્યો છે. ગત વર્ષે આ જગ્યાની મુલાકાત લેનાર લોકોની સંખ્યા 25 હજાર હતી. જેમા 2 હજાર 500 જેટલા વિદેશી મુલાકાતી પણ આવેલ સામેલ છે.પર્યટકોની મુલાકાતના કારણે 35 લાખથી વધુ રૂપિયાની આવક વન વિભાગને થઈ છે. આ સાથે છેલ્લે કરવામાં આવેલી ગણતરી મુજબ ઘુડખરની સંખ્યા 4 હજાર 450 જેટલી નોંધાયેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *