માંડવી પંથકમાં વગદાર રાજકીય વ્યક્તિ તેની જ જ્ઞાતિની યુવતી સાથે કર્યો બળાત્કાર / ખૂન થઈ જવાની બીકે યુવતી પરિવાર સાથે છૂપાઈ ગઈ.

Contact News Publisher

માંડવી પંથકમાં રાજકીય વગ ધરાવતો શખ્સ પોતાની જ જ્ઞાતિની એક યુવતીને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરી ને તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી ને યુવતીના નગ્ન અવસ્થામાં જોર જબરદસ્તીથી ફોટા વાયરલ કરી નાંખવાની કોશિશ કરતા માંડવી પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

માંડવી પંથકમાં રાજકીય વગ ધરાવતો એક શખ્સ પોતાની જ જ્ઞાતિની એક યુવતીને તેની મરજી વિરુદ્ધ પાંચ વર્ષ સુધી અવારનવાર બળજબરીથી બળાત્કાર કરીને એમ જ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય સંભોગ કરતો હતો, યુવતીએ કરેલ એફિડેવિટ અને અન્ય વિગતો હાલ માંડવી વિસ્તારમાં વાયરલ થઈ છે.

સૂત્રો દ્વારા વિગતો મળી છે કે , આરોપી માથાભારે છે , વગદાર છે એટલે પોતાનાં જીવને જોખમ હોવાથી હાલ પીડિતા પોતાનાં પરિવાર સાથે કોઈ અન્ય સ્થળે છૂપાઈ ગયા છે, જેથી શું હકીકત છે એ જાણી શકાયું નથી.

માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ શા માટે એ પીડીતાએ દાખલ નથી કરાવી એ પણ અનેક મોટાં સવાલ ઊભા કરે છે.

શું યુવતી પોલીસ સ્ટેશન જતાં ડરી ગઈ છે , કે પછી અન્ય કોઈ કારણ છે ? સવાલ અનેક છે પણ જવાબ માત્ર એ ભોગ બનનાર પીડિતા અને એનાં પરિવાર પાસે જ છે , અથવા તો જવાબ છે એ વગદાર મોટાં માથાં એવા બળાત્કારી પાસે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *