આમોદ, જંબુસર, વડોદરાનો માર્ગ અતિ બિસ્માર વાહન ચાલકો પરેશાન

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : આમોદ,જંબુસર થઈ વડોદરા જતો માર્ગ વધુ વરસાદ પડવાથી અતિબિસ્માર બની ગયો છે.આ વિસ્તારમાં અનેક કંપનીઓ આવેલી છે. જેને પગલે આ માર્ગ ઉપરથી ખૂબ મોટી સંખ્યામાં વાહનોની અવર જવર થાય છે.પરંતુ આ માર્ગ ઉપર ઠેરઠેર ખાડાઓ પડી જવા પામ્યા છે.આ માર્ગ ઉપર આવતાં સમની ગામે આ માર્ગની હાલત ખુબજ ખરાબ થઈ જવા પામી છે. વાહનોને ખૂબ નુકશાન થઇ રહયું છે. માર્ગ રીપેર કરવા માંગ કરવામાં આવી છે.વડોદરા જવા માટે આ માર્ગ સૌથી ટૂંકો માર્ગ છે.સાથે જ આ વિસ્તારોમાં અનેક ઉદ્યોગો આવેલા હોય માલવાહક વાહનોથી આ માર્ગ 24 કલાક ધમધમે છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *