તાપી : વ્યારામાં માલીવાડનાં મુસ્લિમ આધેડને કોરોના ભરખી ગયો : કુલ 15 દર્દીઓનાં મોત

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લામાં આજરોજ વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન મોત થયું છે. જેની સાથે જિલ્લામાં કુલ 15 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃૃત્યુ પામ્યા છે. જેમા વ્યારા તાલુકામાં 7 મોત, સોનગઢ તાલુકામાં 4 મોત, વાલોડ તાલુકામાં 2 મોત, ઉચ્છલ અને નિઝર તાલુકામાં 1-1 મોત થયા છે.

આજરોજ વ્યારાની કોવિડ-૧૯ ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે પુરુષ દર્દી ઉંમર-૬૧ વર્ષ; રહેવાસી – મલિવાડ તા.વ્યારા જિલ્લા- તાપી તા- ૧૬-૦૮-૨૦૨૦ ના રોજ દાખલ કરેલ. જેમને ન્યુમોનિયાના ચિહ્નો જણાયેલ હતા. સાથે કોવિદ-૧૯ નો રીપોર્ટ પણ પોસીટીવ હતો. જે આજ રોજ તા-૧૮-૦૮-૨૦૨૦ ના રોજ સાંજે ૦૫:૩૦ વાગે અવસાન પામેલ છે. અવસાન નું મુખ્ય કારણ સદન કાર્ડિઓ રેસ્પાયરેટરિ અરેસ્ટ – એક્યુટ રેસ્પાયરેટરિ ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ સાથે સેપ્ટિસેમિયા – સેપ્ટિક એક્યુટ રિનલ ફેઇલર – સિવિયર ન્યુમોનિયા – હાયપરટેંશન એસોસિએટેડ કોવિડ-૧૯ ડિસીઝ હૉઈ શકે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *