માંગરોળ સહિત સમગ્ર તાલુકામાં મેઘરાજાની મહેર : નાળા છલકાયા, માર્ગો પરથી પાણી વહેવા લાગ્યા, ખેતરો પાણીથી છલોછલ

0
20200807_144100
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ઘણાં લાંબા સમયનાં વિરામબાદ સવારે ચાર વાગ્યાથી તાલુકા મથક માંગરોળ સહિત સમગ્ર માંગરોળ તાલુકામાં મેઘરાજા પુન:પધારતાં સમગ્ર માંગરોળ તાલુકાને પાણીથી તળબોર કરી દીધો હતો, અનેક નાળાઓ પાણીથી છલકાઈ જ્વા પામ્યા હતા, જ્યારે કેટલાંક માર્ગો ઉપરથી વરસાદનાં પાણી વહેવા લાગ્યા હતા, ખેડૂતોનાં ખેતરો પાણી વિના તરસ્યા હતા જે ખેતરો પણ પાણીથી છલકાઈ ગયા હતા. જેને પગલે ખેડૂતોમાં આનંદની લહેર પ્રસરી છે.વરસાદ પડતા ઝાડો પડી જવાથી વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો. જે આંઠ કલાકબાદ શરૂ થયો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *