ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના વિસ્તારોમાં ખેડૂતોના ખેતરમાં લીલા તીડોનુ પ્રમાણ વધતા ખેડુતો ચિંતાતુર બન્યા
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : એક બાજુ દેશ અને બીજી બાજુ ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓમા કોરોના જેવી મહામારી સામે લડી રહ્યા છે ત્યારે ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના વિસ્તારમો લીલા તીડોનુ પ્રમાણ વધતા ખેડૂતોમાં ખેતી પાકોનુ નુકસાન થવાની ભીતિ છવાઈ રહી છે જે હાલ ખેડૂતોનો ચિંતાનો વિષય બનવા પામ્યો છે તો બીજી બાજુ વરસાદ પણ ચિંતાનો વિષય બનવા પામ્યો છે જેને લઇ ખેડુતો પોતાના ખેતરોમાં કીડ નાસક દવા છંટકાવ કરતા નજરે પડ્યા હતા. જ્યારે આ બાબતે એક ખેડૂત ને રુબરુ પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે લોકડાઉન ના લીધે રુ ની અછત છે. પરતુ ભારત સરકાર દ્વારા ખેતી પાક માટે જે પણ સરકારે રુ એકાઉન્ટ માં જમા થયા છે એના આધારે બિયારણ લઇ વાવેતર શકય બન્યું છે પરંતુ હવે આ લીલા તીડોના લીધે
પાકને નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે તો બીજી બાજુ મેઘરાજા ની રીસામણ ના લીધે ખેડુતો ને લાખો રૂ નુ નુકસાન થવાની શક્યતા પણ ખેડૂતો વ્યકત કરી રહ્યા છે જેને લઇ ડાંગ જિલ્લા સ્થાનિક પ્રશાસન યોગ્ય પગલાં લઇ ગરીબ આદીવાસી ખેડૂતોના ખેતરોમાં દવાનો છંટકાવ કરે એ જરૂરી બન્યુ છે એજ સ્થાનીક લોકોમા માંગ ઉઠવા પામી છે