ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, વ્યારાનાં કર્મચારીઓ ત્રણ દિવસ કાળી પટ્ટી ધારણ કરશે
વ્યારામાં યાર્ડના કર્મચારીઓ ત્રણ દિવસ કાળી પટ્ટી ધારણ કરશે ગુજરાત બજાર સમિતિના કર્મચારી સંધની પ્રતિક ઉપવાસ આંદોલનની ચિમકી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારામાં યાર્ડના કર્મચારીઓ ત્રણ દિવસ કાળી પટ્ટી ધારણ કરશે બજાર સમિતી કર્મચારીની સંધની પ્રતિક ઉપવાસ આંદલનની ચીમકી વ્યારા માર્કેટ યાર્ડમાં કર્મચારીઓની વિવિધ માંગણીઓ મુદે ત્રણ દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવાશે તેમજ આગામી દિવસમાં તેમની માંગણીઓ સંતોષવામાં નહી આવે તો આગામી દિવસમાં પ્રતિક ઉપવાસ આંદોલનની પણ ગુજરાત બજાર સમિતિના કર્મચારીઓએ ચિમકી ઉચ્ચારી છે . વ્યારા માર્કેટ યાર્ડ ના સેક્રેટરી સુરેશભાઈ એમ ચૌધરીએ જણાવ્યુ હતુ કે ૬ મેના રોજ સરકાર દ્વારા બજાર ધારામાં વટ હુકમ દ્વારા ૨૬ જેટલા સુધારા અમલી બનાવ્યા છે . જેને આવકારવામાં આવે છે . આ સુધારા પૈકી અમુક સુધારા બજાર સમિતિના કર્મચારીઓના હિત અને અર્થિક સ્થિતિ પર અસર કરે છે . આ મુદ્દે સરકાર ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંધ દ્વારા રજુઆત કરી છે . છતાં પણ આજદિન સુધી કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવાયો નથી . વધુમાં તેમણે જણાવ્યું હતુ કે કર્મચારીઓને સેલેરી પ્રોટેકસન અને ભવિષ્યમાં મળવા પાત્રો લાભ મળતા રહે ફિલ્ડ સ્ટાફ અને માર્કેટીંગ ઈન્સ્પેકટરની સેવા નિયામક વહીવટી તંત્રના હવાલે મુકવામાં આવે તેવી વિવિધ માંગણી છે . જેના વિરોધમાં આવતી કાલથી કર્મચારીઓ દ્વારા ત્રણ દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરી સરકારશ્રી સામે વિરોધ નોંધાવશે . જો માંગણી સંતોષવામાં નહી આવે તો આગામી દિવસોમાં ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંધ ધ્વારા પ્રતિક ઉપવાસ આંદલન હાથ ધરશે .