સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક મળી : શિક્ષણને ધબકતું રાખવા આહવાન કરાયું

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  સુરત જિલ્લા પ્રાથમિક સંઘની  એક કારોબારીની બેઠક  પ્રમુખ કિરીટભાઈ જે. પટેલ ની અધ્યક્ષતામાં દઢવાઢા કેન્દ્ર શાળામાં મળી હતી. કોરોનામાં દેવલોક પામેલા દેવન્દ્રસિંહ કોસાડા અને ચીન સરહદે દેવલોક પામેલા વીર શહીદોને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલીઆપવામાં આવી હતી, પ્રોસેડિંગનું વાંચન નવા મહામંત્રી અરવિંદભાઈ બી. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રમુખ  કિરીટભાઈ પટેલ દ્વારા હોમલનિઁગ માટે તમામ શિક્ષકો બાળકો સાથે મોબાઈલથી સંપર્ક રહે અને શિક્ષણ ધબકતું રહે એ માટે વધુ પ્રયત્નો કરવા આહવાન કરવામાં આવ્યું હતું,

રાજ્યનાં હોદ્દેદાર તરીકે એરિક વી. ખ્રિસ્તી અને શિક્ષક જ્યોત સંપાદક  મંડળનાં સદસ્ય તરીકે વિશ્વજીત જી. ચૌધરીનું નામ સર્વાનુમતે નકકી કરવામાં આવ્યું હતું. સહમંત્રી તરીકે કુમેદભાઈ એસ. ચૌધરી અને ભૂપેન્દ્રભાઈ ચૌધરીનું નામ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ જિલ્લા  સલાહકાર સમિતિના કન્વીનર તરીકે અનિલભાઈ ચૌધરી ની નિમણૂંક,  શિક્ષક  કલ્યાણનિધિ મંત્રી તરીકે  કામગીરી કરનાર શાંતિલાલ પટેલ  પલસાણાની નિમણૂંક  પ્રચાર મંત્રી તરીકે વિજયભાઈ પટેલ ઓડિટર, જિલ્લા પ્રચાર મંત્રી, જિલ્લા સંઘઠન મંત્રી ની તથા અન્ય હોદેદારો ની નિમણુક  કારોબારીમાં બહુમતીથી ઠરાવ પ્રસાર કરવામાં આવ્યો હતો, . શ્રેષ્ઠ શિક્ષક નો  ચિત્ર ફૂટ એવોર્ડ મેળવનાર ગણપત સિંહ મહિડા નુ જિલ્લા સંઘ ના હોદેદારો દ્વારા સાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું.

પ્રમુખ સ્થાનેથી કિરીટભાઈ પટેલે ૪૨૦૦ગ્રેડ પે માટે રાજ્યસંઘની સફળતા માટે આભાર વ્યકત કરતો ઠરાવ કરવામાં આવ્યો હતો. બાકી ઉચ્ચતર પગાર ધોરણ નાં કામો માટે સત્વરે કામ પૂર્ણ કરવા ઠરાવવામાં આવ્યું હતું,કોરોના-૧૯ ની કામગીરી તમામ કર્મચારીની ફરજ છે જેમાં સમયે સમયે આપેલ કામગીરી સ્વીકારી દિલથી કામગીરી કરવા કારોબારીએ સર્વાનુમતે સ્વીકાર્યુ હતું, આ સભા માટે માંડવી તાલુકા શિક્ષક સંઘ દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવેલ હતું.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other