વેલ્દા ગામે આચરવામા આવેલ ભ્રષ્ટાચાર બાબતે મુખ્યમંત્રીશ્રીનાં કાર્યાલય દ્વારા જિલ્લા વહીવટી તંત્રને ન્યાયી ઉકેલ આણવા જણાવાયું : ગ્રામજનોની ન્યાયની આશ ફરીથી જીલ્લા તંત્ર ઉપર !!

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જીલ્લના નિઝર તાલુકાનાં એક જાગૃત નાગરિક અને વેલ્દા ગ્રામજનોએ તાલુકા પંચાયત કચેરી, નિઝર, જિલ્લા પંચાયત કચેરી, વ્યારા તેમજ જીલ્લા કલેક્ટર કચેરી, વ્યારાને વેલ્દા ગામે આચરવામા આવેલ ભ્રષ્ટાચાર બાબતે R.T.I. હેઠળ ભેગા કરેલા પુરાવા સહિત ફરિયાદ કરી ન્યાયની માંગણી કરી હતી, ન્યાય નહી મળે તો આંદોલન કરવાની ચિમકી સુધ્ધાં ઉચ્ચારી હતી. આ બાબતે ગામનાં જાગૃત નાગરિક અને વેલ્દા ગ્રામજનોએ મળીને આર.ટી.આઈ. અંતર્ગત કચેરી દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી સાથે રાખી જાતે આખા ગામમાં ફરીને ગામમાં થયેલ ભ્રષ્ટાચારનો સર્વે કર્યો હતો જેમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર ગામમાં થયો હોવાનું ગ્રામજનોની સામે આવ્યુ હતું. જિલ્લાનાં વહિવટી તંત્રએ પુરાવા સહિતની ફરિયાદની તટસ્થ તપાસ કરાવી ભ્રષ્ટાચારીઓ ઉપર પગલાં ભરવાની સમગ્ર પ્રક્રિયામાં ઉદાસીન વલણ દાખવાત આખરે ન્યાય મેળવવા રાજ્યનાં મુખ્યમંત્રીશ્રીનાં દરબારમાં આ અંગે ફરિયાદ કરવામાં આવતાં મુખ્યમંત્રીશ્રીનાં કાર્યાલયનાં જન સંપર્ક વિભાગનાં તા. 24/06/2020નાં પત્ર ક્રમાંક LF/2020/1929થી જિલ્લા વહિવટી તંત્રને જાગૃત નાગરિકની રજૂઆત પરત્વે સત્વરે નિયમોનુસાર યોગ્ય કાર્યવાહી હાથ ધરી ન્યાયી ઉકેલ લાવવા જણાવાયું છે સાથે જ ઉપવાસ આંદોલનની ચેતાવણી અંગે જરૂરી પગલાઓ લય ઘટતી કાર્યવાહી કરવા પણ જણાવાયું છે. ત્યારે જિલ્લા વહિવટી તંત્ર કેવો ન્યાય તોલે છે તે આવનારો સમય જ બતાવશે. વેલ્દા ગામનાં જાગૃત નાગરિકે ન્યાય માટે જે રજૂઆત કરી છે તે આ મુજબ છે. ગ્રામ પંચાયત વેલ્દા દ્વારા ૧૪માં નાણાપંચ એ.ટી.વી.ટી.ના કામોમાં જે તે વર્ષના સંબંધિત પંચાયતના વહીવટકર્તાએ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે . ગામનાં જાગૃત નાગરિક અને વેલ્દા ગ્રામજનોએ મળીને આર.ટી.આઈ. અંતર્ગત કચેરી દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી સાથે રાખી જાતે આખા ગામમાં ફરીને ગામમાં થયેલ ભ્રષ્ટાચારનો સર્વે કર્યો હતો, તે સર્વેમાં રસ્તાઓ, સંરક્ષણ દિવાલો, શોચાલયો, એ. ટી . વી . ટી . ૧૪ મા નાણાપંચ, ૧વિવેકાધિન જોગવાઈ યોજના , ટી.એસ.પી. યોજના વગેરેમાં ખુલેઆમ સરપંચશ્રી કિશનભાઈ કન્યાભાઈ પાડવીએ ભ્રષ્ટ્રાચાર કર્યો છે. સરપંચશ્રી કિશનભાઈ કન્યાભાઈ પાડવીએ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો પુરાવા સાથે ફરિયાદ કરવામાં આવી છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી ? વેલ્દા ગામના સરપંચશ્રી કિશનભાઈ કન્યાભાઈ પાડવીએ ડામર રસ્તા પર આર સી.સી. રસ્તાઓ અને આર.સી.સી. રસ્તાઓ પર તરતજ પેવર બ્લોક બેસાડી દેવામાં આવેલ છે . અને પેવર બ્લોકમાં પણ ભ્રસ્ટાચાર આચરવામાં આવેલ છે . સંરક્ષણ દીવાલોમાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે. દરેક યોજનામાં હાલના સરપંચ કિશનભાઈ પાડવીએ ભ્રષ્ટાચારમાં શામેલ છે. ભ્રસ્ટાચાર છુપાવવા માટે હાલના સરપંચશ્રીએ આ બધી યોજનાઓ વિશે અવાજ ઉઠાવનારાઓ ને સરપંચના ગુંડા તત્વ ઘરમાં ઘૂસીને ઢોર માર મારવામાં આવે છે છતાં પણ સરપંચ ( કિશનભાઈ કન્યાભાઈ પાડવી ) અને એના ભાઈ (રાજુ પાડવી ) પર આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ? પ્રશાસન પર સવાલ ઉઠી રહયો છે કે કેમ એમના પર કાર્યવાહી કરવામાં આવી નથી ? કે પછી તપાસ કેમ કરવામાં આવેલ નથી. વર્ષ ર૦૧ર થી ર૦૧૯ સુધીમાં વેલ્દા ગામમાં તમામ યોજનાની તપાસ કરવામાં આવે . અને ખાસ કરીને એ ટી.વી.ટી યોજના, ૧૪માં નાણાપંચ યોજના, 15% )વિવેકાધિન જોગવાઈ પોજના ટી.એસ.પી યોજનામાં તપાસ કરવામાં આવે. ગામમાં ૨૦૧૨ થી ૨૦૧૯ સુધીમાં લેભાગું કોન્ટ્રાક્ટર રાજુ બન્યા પાડવીએ ગૌચરની જમીન ઉપર કબ્જો કરીને 343 વાળી ગૌચર જમીનમાંથી બેફામ માટી ખનન કરી હોવાની વિગતો સહિત મામલતદાર સાહેબ નિઝર પ્રાંત સાહેબ નિઝર, ભૂસ્તર શાસ્ત્રી વિભાગ તાપી અને મેં કલેકટર સાહેબ તાપીને પણ રજુઆત કરવા છતાં કાર્યવાહી કરવામાં આવી નથી અને સ્થાનિક અધિકારીઓ જેમ કે તાલુકા વિકાસ અધિકારી સાહેબ નિઝર અરજીઓ કરવામાં આવેલ હતી.પરંતુ આજદિન સુધી તળાવ પર અને ૩૪૩ વાળી ગૌચરની જમની પર મામલતદાર સાહેબ નિઝર દ્વારા ૩૪૩ વાળી ગૌચર જમીન પર તપાસ કરવામાં આવે તો સરપંચ અધિકારીઓને એમ કહે છે , કે ૩૪૭ વાળી ગૌચરની જમીન ખોદવી આમ વાત છે. એમ નિઝરના અધિકારીઓ કહે છે તો સરકારી ગૌચરની જમીન ગામના મુંગા જાનવરો માટે ઘાસ ચારો ખાવા માટે નથી ? ગૌચર બાબતે અધિકારીઓ કેમ લેભાગુ કોટ્રેકટરનો સાથ આપે છે ? આજદિન સુધી કેમ લેભાગુ કોન્ટ્રાકટર પર કોઈ કાર્યવાહી કરવામા આવતી નથી? હાલમાં પણ ગૌચરની જમીન પર કોન્ટ્રાકટરો દબાણ કરી રહયા છે . ૩૪૩ વાળી ગૌચરની જમીન પુરી ખોદી નાખી છે , છતાં પણ લેભાગુ કોન્ટ્રાકટર પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વેલ્દા ગામના ૩૪૩ વાળી ગૌચર જમીનનો મુદ્દો દૈનિક પેપરમાં અને ટીવી ચેનલમાં પણ આપવામાં આવ્યો હોવા છતાં પણ સ્થાનિક અધિકારીઓએ આજદિન સુધી ૩૪૩ વાળી ગૌચર જમીન પર કોઈ કાર્યવાહી કરી નથી ? ૩૪૩ વાળી ગૌચર જમીન પર તળાવ પુછ્યા વગર બનાવી દેવામાં આવેલ છે તેની પણ તપાસની અરજીઓ તાલુકા વિકાસ અધિકારીશ્રી નિઝર . મેં મામલતદારશ્રી નિઝરપ્રાંત સાહેબશ્રી નિઝર ભૂસ્તર શાસ્ત્રી વિભાગ તાપીને પણ અરજીઓ આપવામાં આવી હતી. પણ તે અરજીઓની નિકાલ.કરવામાં આવેલ નથી કે પછી તપાસે કરવામા આવેલ નથી343વાળી ગૌચર જમીનમાંથી માટી ખનન કરનાર લેભાગુ કોન્ટ્રાકટર પર દંડ પણ કરવામાં આવ્યું નથી ? ગામની 343વાળી ગૌચર જમીનની મોજ માપણી કરીને લેભાગુ કોન્ટ્રાકટર રાજુ બન્યા પાડવીને સજા કરવામાં આવે અને ૩૪૩ વાળી ગૌચર જમીનની સર્વે કરીને જેટલી પણ લાખો મેટ્રીકે ટન માટી ખનન ઘઈ છે . તેની પણ ભરપાઈ કરવામાં આવે 343 વાળી ગૌચર જમીનમાંથી બેકામ માટી ખનન કરનાર રાજુ બન્યા પાડવીના બે ટ્રેકટર અને એક જીસીપી પણ તળાવની અંદર માટી ખનન કરતા વિડીયોમાં દેખાય છે . છતાં પણ આજદિન સુધી રાજુ બન્યા પાડવી પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ? ૩૪૩ વાળી ગૌચર જમીનમાંથી સતત માટી ચોરી કરીને વેચાણ કરવામાં આવેલ છે . તે ગંભીર ગુનો કહેવાય તે ધ્યાનમાં લઈ લેભાગુ કોન્ટ્રાકટર રાજુ બન્યા પાડવી પર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે વેલ્દા ગામમાં દરેક યોજનામાં લેભાગુ કોન્ટ્રાકટર રાજુ બન્યા પાડવી અને હાલના સરપંચશ્રી કિશનભાઈ કન્યાભાઈ પાડવીનો ભ્રષ્ટાચારમાં મોટો હાથ છે દરેક યોજનામાં કૌભાંડ આચરવામાં આવેલ છે . જે તપાસનો વિષય બની ગયો છે . આ ગામના લોકોને ત્યારેજ ન્યાય મળશે જયારે આ બાબતે સંબંધિત અધિકારીઓ તેમજ હાલના સરપંચશ્રી કિશનભાઈ કન્યાભાઈ પાડવી અને તાલુકા પંચાયતના વહીવટકર્તાઓને ભ્રસ્ટાચારની સજા મળશે. આપ સાહેબશ્રી વેલ્દા ગામમાં રૂબરૂ તપાસ કરવા માટે આવે અને જે પણ અધિકારીઓએ ગામમાં દરેક યોજનામાં ભ્રસ્ટાચાર થયો છે . તેના બાબતે જવાબદારો સામે ત્રીજું નેત્ર ખોલી અને ભ્રષ્ટાચાર કિસ્સામાં પણ જો નિષ્પક્ષ અને પૂર્વકની તપાસના આદેશ આપી જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાઈ . તે દિશામાં જાગૃત નાગરિકો અને ગ્રામજનોએ આશ લગાવીને બેઠા છે . તમામ યોજનાની તાત્કાલિક તપાસ કરવામાં આવે . અને પંચાયત એકટ પ૭ ( 2 ) નિયમ મુજબ જવાબદારોને હોદ્દા પરથી દૂર કરવામાં આવે . એવી માંગણી સાથે આપ સાહેબશ્રીને નમ્ર વિનંત છે . ગામના સરપંચશ્રી કિશનભાઈ કન્યાભાઈ પાડવીએ હોદાનો દુરુપયોગ કર્યો છે . તેને પણ પંચાયત એકટ પ૭ ( 2 ) નિયમ મુજબ જવાબદારો ને હોદ્દા પરથી દૂર કરવામાં આવે એવી આપ સાહેબશ્રીને નમ વિનંતી છે . અમે વેલ્દા ગ્રામજનોએ અપીલ કરે છે કે અમારી અરજી પર તાત્કાલીક
કાર્યવાહી કરવામાં આવે . જો અમારી અરજી પર કોઈ કાર્યવાહી ન કરવામાં આવે તો અમે વેલ્દા ગામના ગ્રામજનોને મજબુર થઈને રસ્તો રોકો આંદોલન કરવુ પડશે . તેની નોંધ આપ સાહેબશ્રી લેશો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *