સુરત-તાપી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન ગણાતી સુમુલની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું : આગામી તારીખ ૭મી ઓગસ્ટનાં રોજ થનારૂ મતદાન : કુલ ૧૬ બેઠકો માટે મતદાન થશે
(નઝીર પાંડોર દ્વારા, માાંગરોળ) : સુરત અને તાપી જિલ્લાના બે લાખ પચાસ હજાર પશુપાલકોની જીવાદોરી સમાન ગણાતી અને વાર્ષિક ચાર હજાર રૂપિયાનું ટર્નઓવર ધરાવતી સુરતની સુમુલ ડેરી નાં વ્યવસ્થાપક બોર્ડના ૧૬ ડિરેક્ટરોની વરણી માટે ચૂંટણી અધિકારી એસ.એમ.રજવાડી (નાયબ કલેક્ટર અને સિટીપ્રાંત-સુરત)એ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. તારીખ ૨૩ મી જુલાઈ સુધી ઉમેદવારી પત્રો મેળવી, આજ તારીખ સુધીમાં ભરી શકશે, તારીખ ૨૪ મી જુલાઈનાં રોજ ફોર્મ ચેક કરશે. તારીખ ૨૭ અને ૨૮ મી જુલાઈ દરમિયાન ફોર્મ પરત ખેચી શકાશે, આ તમામ કામગીરી ચુંટણી અધિકારી અને નાયબ કલેક્ટર, સીટી પ્રાંત સુરતની કચેરી, એ-૩, જિલ્લા સેવા સદન -૨, સુરત ખાતે થશે, જ્યારે તારીખ ૭મી ઓગસ્ટનાં રોજ જરૂર પડશે તો મતદાન થશે. તારીખ ૯મી સુમુલ ડેરી ખાતે મતગણતરી હાથ ધરાશે અને એજ દિવસે પરિણામ જાહેર કરાશે.