તાપી જિલ્લાના ખેડુતો જોગ : આત્મનિર્ભર પેકેજ અંતર્ગત રાજ્ય સરકારની પ્રાકૃતિક ખેતી યોજનાનો લાભ લેવા અનુરોધ
(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા;મંગળવાર: પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા દેશી ગાય આધારિત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને એક ગાયના નિભાવ ખર્ચ પેટે સહાય આપવા ૯૦૦ રૂપિયા પ્રતિમાસના દરે રૂપિયા ૧૦૮૦૦/- ની વાર્ષિક મર્યાદામા સહાય મળશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડુત આઇડેન્ટીફીકેશન ટેગ સહિતની એક દેશી ગાય ધરવતો હોવો જોઇએ તથા તેના છાણ ગોમુત્રથી પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઇએ. દેશી ગાય સિવાય અન્ય કોઇપણ જાતોની ગાયને લાભ મળવા પાત્ર નથી અરજદાર ખેડુતે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધેલ હોવી જોઇએ, જમીનના નમુના નંબર ૮-અ મુજબ એકજ લાભાર્થીને સહાય મળવા પાત્ર થશે આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને જીવામૃત, બીજામૃત વગેરે બનાવવા માટેની કિટ ખરીદી કરવા માટે ૭૫% અથવા રૂપિયા ૧૩૫૦ પૈકી જે રકમ ઓછી હશે તે મુજબ સહાય મળવા પાત્ર થશે. આ યોજનામા લાભ મેળવવા માટે ખેડુતોએ આઇ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી તેની પ્રિંટ આઉટ મેળવી અરજદારે તેની ઉપર સહી/અંગુઠો કરી જરૂરી સાધનિક કાગળો જેવા કે ૮-અ ની નકલ, સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતી પત્ર તેમજ બેંક પાસબુકની નકલ કે રદ્દ કરેલ ચેક સાથે દિન-૭ માં જે તે સેજાના ગ્રામસેવક, આત્માના એટીએમ/બીટીએમ તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, ખેડુત તાલીમ કેન્દ્ર વ્યારા ખાતે રજુ કરવાની રેહશે.
૦૦૦૦૦૦૦