આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાએ વ્યારાના બોરખડી ગામે ખાટલા બેઠક યોજી ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધ્યો
Contact News Publisher

સ્થાનિક આદિવાસી પરિવારના નિવાસસ્થાને સાત્વિક ભોજન ગ્રહણ કર્યું
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૮ :- રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાએ વ્યારા તાલુકાના બોરખડી ગામે ખાટલા બેઠક યોજી ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો.
આ પ્રસંગે તેમણે ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી તેમના વિચારો અને સ્થાનિક પ્રશ્નો જાણ્યા હતા. મંત્રીશ્રીની સાદગી અને સહજતાથી ગ્રામજનો પ્રભાવિત થયા હતા.
આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ સ્થાનિક આદિવાસી પરિવારના નિવાસસ્થાને પરિવારજનો સાથે આત્મીય મુલાકાત કરી પરંપરાગત સાત્વિક ભોજન ગ્રહણ કર્યું હતું. આ સાથે પરિવારજનો સાથે યાદગાર તસવીર ખેંચાવી, ગામની બહેનોને ઓઢણી ભેટ આપી તેમજ બાળકો સાથે લાગણીસભર સમય વિતાવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, અગ્રણીશ્રી મૃણાલ જોશી, સ્થાનિક પદાધિકારીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
○○○
