માત્ર ઉપપ્રમુખનું ફોર્મ ભર્યું હોય ચૂંટણી અધિકારી દ્વારા રદ થતા સમગ્ર કિરીટભાઈની પેનલ બિનહરીફ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ તારીખ ૩૦ મી જૂનનાં મંગળવારના રોજ પ્રમુખ ૧ ,સહીત કુલ ૧૧ હોદ્દા માટે ૧૨ ફોર્મ લઈ જવામાં આવ્ય્યા હતા તેમાં ઉપપ્રમુખ માટે ચાર હોદ્દા પૈકી પાંચ ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાં પ્રમુખ કિરીટભાઈ જે પટેલ (ઓલપાડ,) સીનીયર કાર્ય વાહક પ્રમુખ બળવંતભાઈ એસ પટેલ (બારડોલી, )કાર્યવાહક પ્રમુખ પ્રફુલ ચંદ્ર ટી પટેલ( મહુવા), નાણામંત્રી દિનેશભાઈ ડી ભટ્ટ (ચોર્યાસી) મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી (માંડવી )મહિલા ઉપપ્રમુખ શ્રી રીનારોજલીન ક્રિસટિયન (કામરેજ ) મહિલા ઉપપ્રમુખ પુષ્પાબેન કે પંડ્યા (ચોર્યાસી ) ઉપપ્રમુખ ઇમરાન ખાન એન પઠાણ (માંગરોળ) ઉપ પ્રમુખ બિપીનભાઈ જી વસાવા (ઉમરપાડા )ઉપ પ્રમુખ ચેતનભાઈ જે પ્રજાપતિ (પલસાણા) ઉપપ્રમુખ દિનેશચંદ્ર એસ સોલંકી (કામરેજ) ઉપપ્રમુખ અરુણકુમાર પટેલ (પલસાણા) ના દરેક ના ફોર્મ ની ચકાસણી આજે તારીખ ૩ જુલાઇનાં રોજ કરવામા આવતા ઉપપ્રમુખના હોદ્દા માટે નું ફોર્મ અરુણકુમાર બી પટેલ (પલસાણા )નુ રદ થતા ઉપરોક્ત હોદ્દા માટે કીરીટ ભાઇ પટેલની પેનલના તમામ હોદ્દેદારો ચૂંટણી અધિકારી દ્વારા બિનહરીફ જાહેર કરવામાં આવી છે. કિરીટભાઈ પટેલ સતત ત્રીજી ટર્મ માટે પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે જે બદલ સમગ્ર જિલ્લા શિક્ષકો માં અને રાજ્યમાં આનંદનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.