મુખ્યમંત્રી જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક યોજી સજ્જતાનો ચિતાર મેળવશે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : છેલ્લા ઘણાં લાંબા સમયથી સુરત શહેર અને જિલ્લામાં કોરોનાં નાં કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહયો છે, છેલ્લા ત્રણ દિવસથી રાજયનાં આરોગ્ય સચિવ જ્યંતી રવિ સુરતમાં ધામો નાંખીને પડ્યા છે, છતાં કોરોનાં નાં કેસોમા ઘટાડો થતો નથી, જેને પગલે આવતી કાલે તારીખ ૪ જુલાઈના સવારે ૧૦/૨૦ કલાકે સુરત એરપોર્ટ ઉપર ઉતરશે ,૧૦/૩૦ કલાકે સરકીટ હાઉસ ખાતે આવશે, વિજયભાઈ રૂપાણી સુરત શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણ ને પગલે ત્યાંની આરોગ્ય સેવાઓની સ્થિતિ ની સમીક્ષા અને જિલ્લા તંત્ર ની સજજતા નો ચિતાર મેળવશે. સાથે જ જિલ્લાના તંત્ર એ હાથ ધરેલા કોરોના સંક્રમણ નિયંત્રણના ઉપાયો પગલાંઓ અને સારવાર સુવિધાઓની માહિતી સુરતમાં બેઠક યોજીને મેળવશે,નાયબ મુખ્યમંત્રી
નીતિન ભાઈ પટેલ મુખ્ય સચિવ અનિલ મુકિમ મુખ્યમંત્રીનાં મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન સહિત ના વરિષ્ઠ સચિવો પણ મુખ્યમંત્રી શ્રી સાથે સુરત આવનાર છે.મુખ્યમંત્રીશ્રી બોપોરે ૨ વાગ્યે ગાંધીનગર ખાતે જવા રવાના થશે.