તળાદ હાઈસ્કૂલનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી રાજેશ પટેલને રાષ્ટ્રપતિનાં હસ્તે બેસ્ટ શિક્ષક એવોર્ડ- 2026 એનાયત 

0
તળાદ હાઈસ્કૂલનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી રાજેશ પટેલને રાષ્ટ્રપતિનાં હસ્તે બેસ્ટ શિક્ષક એવોર્ડ- 2026 એનાયત 
Contact News Publisher

તળાદની માટીમાં ભણેલ વિદ્યાર્થી શિક્ષણનાં ક્ષેત્રે બન્યો રાષ્ટ્રીય ગૌરવ

 

રાજેશભાઈની આ ઐતિહાસિક સિદ્ધિ તળાદ હાઈસ્કૂલનાં ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાઈ     

 

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૧૭. તળાદ હાઈસ્કૂલનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ બીલીમોરા આઈ.ટી.આઈ.માં ઓટોમોબાઇલ ફિલ્ડમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ મગનભાઈ પટેલને વર્ષ-2026 નો બેસ્ટ ટીચર એવોર્ડ ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મુનાં વરદ હસ્તે એનાયત થતાં સમગ્ર સોંસક ગામ, તળાદ હાઇસ્કૂલ સહિત ઓલપાડ પંથકમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે. તળાદ હાઈસ્કૂલમાં વિદ્યાર્થી તરીકે શિક્ષણ પ્રાપ્ત કરનાર રાજેશભાઈ મગનભાઈ પટેલે પોતાની કારકિર્દીમાં શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા, સમર્પણ અને વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટેનાં ઉમદા કાર્યથી આગવી ઓળખ ઊભી કરી હતી. તેમનાં ઉત્કૃષ્ટ શૈક્ષણિક કાર્યની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ અને તેમને દેશનાં સર્વોચ્ચ પદ પર બિરાજમાન રાષ્ટ્રપતિનાં હસ્તે બેસ્ટ શિક્ષક એવોર્ડ-2026 પ્રાપ્ત થયેલ છે.

રાષ્ટ્રીય સ્તરે તળાદ હાઇસ્કૂલનાં આ ભૂતપૂર્વ વિદ્યાર્થીએ શિક્ષક તરીકે મેળવેલી આ પ્રતિષ્ઠા શાળાનાં વર્તમાન વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણા અને દીવાદાંડી સમાન છે. સ્કૂલમાં ભણેલો વિદ્યાર્થી આજે રાષ્ટ્રપતિનાં હસ્તે સન્માનિત શિક્ષક બન્યો એ બાબત સમગ્ર શાળા પરિવાર માટે ગૌરવ સાથે ગર્વની અનુભૂતિ કરાવનારી છે. આ ગૌરવપૂર્ણ પ્રસંગે તળાદ વિભાગ માધ્યમિક શાળા, તળાદનાં આચાર્ય જયેશભાઈ પટેલ અને સ્ટાફગણ, સ્થાનિક કેળવણી મંડળ, કર્મચારીગણ, વિદ્યાર્થીઓ તથા વાલીજનોએ રાજેશભાઈ પટેલને હાર્દિક અભિનંદન અર્પી તેમનાં ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *