પરિવારથી વિખૂટા પડેલા માનિસક અસ્વસ્થ મહિલાનું 2 માસ બાદ પરિવાર સાથે પુનઃસ્થાપન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર તાપી

0
પરિવારથી વિખૂટા પડેલા માનિસક અસ્વસ્થ મહિલાનું 2 માસ બાદ પરિવાર સાથે પુનઃસ્થાપન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૭. તા.1.9.2026 ના રોજ 181 મહિલા હેલ્પ લાઇન ની ટીમ દ્વારા અન્ય રાજ્ય ના મળી આવેલ થોડા માનસિક અસ્વસ્થ મહિલા ને સખી વન સ્ટોપ સેન્ટર તાપી ખાતે આશ્રય માટે લાવવા આવેલ હતા. તેમનું કાઉન્સેલિંગ કરતા તેઓ નંદરબાર જિલ્લાના શહાદા તાલુકાના લોનખેડા ના હોવાનું જણાવતા મહિલા અને બાળ અધિકારીશ્રી બાબુભાઈ ગામીત અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી ધર્મેશભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ મહારાષ્ટ્ર રાજ્યના નંદરબાર જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટર અને શહાદા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી નો સંપર્ક કરવામાં આવેલ અને તેમની મદદ થી પીડિતા નયનાબેન મંગારામસિંગ ભીલ (નામ બદલેલ છે) ગામ. ભાતકી તા. પાનસેમલ જિલ્લા-બડવાની, રાજ્ય-મધ્યપ્રદેશ ના હોવાનું માલૂમ પડતા ત્યાંનાં સરપંચશ્રી ચંપાલાલ દાજલા શીતોલે નો સંપર્ક કરાયો અને પીડિતા એજ ગામના હોવાનું જણાવતા, તેમના ગામના સરપંચ દ્વારા જણાવેલ કે પીડિત ના પતિ સાથે ત્રણ વર્ષ અગાઉ છુટા છેડા થઈ ગયા છે અને પીડિતાના માતા પિતા પણ અવસાન પામ્યા હોવાનું જણાવતા તેઓ માનસિક સંતુલન ગુમાવી રહ્યા છે એવું જણાવેલ તથા તેમના પરિવારમાં ભાઈ ભાભી છે પરંતુ તેમની આર્થિક પરિસ્થિતિ ખુબજ નબળી હોવાનું જણાવતા તરત જ મહિલા અને બાળ અધિકારીશ્રી બાબુભાઈ ગામીત ને જાણ કરતાં સતત 9 દિવસ થી મહિલા અને બાળ અધિકારી શ્રી બાબુભાઈ ગામીત સાથે સંકલન કરી તેમના માર્ગદર્શન અને સુચન મુજબ પીડિતા માનસિક અસ્વસ્થ હોય તેમના પગમાં ઇજા થયેલ હોવાથી પીડિતા નું ઓપરેશન કરાવ્યા બાદ સતત તબીબી સારવાર કરાવવામાં આવી હતી અને OSC ના સ્ટાફ દ્વારા પ્રેમ અને હૂંફ આપી તેમની સતત ગંભીરતા પૂર્વક કાળજી લેવામાં આવી હતી અને મહિલા અને બાળ અધિકારીશ્રી બાબુભાઈ ગામીતને જાણ કરતાં  તેમના માર્ગદર્શન અને સુચન મુજબ સખી વન સ્ટોપ સેન્ટર તાપી નાં કેન્દ્ર સંચાલકશ્રી મધુબેન પરમાર અને સ્ટાફ સાથે તેમના વતન ગામ. ભાતકી, તા.પાનસેમલ .જિલ્લા-બડવાની, રાજ્ય-મધ્યપ્રદેશ ખાતે જઈ પીડિતા નું 10 દિવસ ના આશ્રય બાદ પરિવારથી વિખૂટા પડેલા થોડાક માનિસક અસ્વસ્થ મહિલાનું 2 માસ બાદ પરિવાર સાથે પુનઃસ્થાપન પીડિતાના ગામના સરપંચશ્રી અને ગ્રામ પંચાયતના સભ્યો ની હાજરી માં મધ્યપ્રદેશ ખાતે જઈ સુરક્ષિત રીતે પુનઃસ્થાપન કરવામાં આવ્યું

 

આમ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી તાપી સંચાલિત ભારત સરકાર પુરસ્કૃત ‘સખી’ વનસ્ટોપ સેન્ટર તાપીના જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી બાબુભાઈ ગામીત તથા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી ધર્મેશભાઈ વસાવા ના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર તાપીના કેન્દ્ર સંચાલક મધુબેન પરમાર અને કેસ વર્કર દ્વારા મળી આવેલ મહિલાને તેમના પરિવાર સાથે મિલન કરાવતા તેમના પરિવાર અને ગામ લોકો ભાવુક બન્યા હતા અને પીડિતા ના પરિવાર દ્રારા ‘સખી’ વન સ્ટોપ સેન્ટર તાપીનો આભાર વ્યક્ત કર્યો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other