વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસની ઉજવણી સંદર્ભે ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે વિશેષ મિટિંગ યોજાઈ

0
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસની ઉજવણી સંદર્ભે ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે વિશેષ મિટિંગ યોજાઈ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૧૭.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવવા સાથે મોદીજીની સેવા અને સમર્પણનાં ૨૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે તેમનાં દ્વારા દેશનાં લોકોનાં જીવનમાં આવેલ બદલાવ, દેશનાં મોટાભાગનાં પડતર પ્રશ્નોનું સુખદ સમાધાન જેવાં કામોને બિરદાવવા અને તેમનો આભાર વ્યક્ત કરવા માટે “આશીર્વાદનો દીપ” સહિતનાં અન્ય કાર્યક્રમોની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

સદરહુ કાર્યક્રમનાં ભાગરૂપે આજરોજ ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકાનાં તમામ મુખ્યશિક્ષકોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામ્ય, તાલુકા, જિલ્લાકક્ષા તેમજ શહેરકક્ષાએ આ કાર્યક્રમનું આયોજન થવાનું છે. જે સંદર્ભે શાળા કક્ષાએ યોજવામાં આવનાર વિવિધ સ્પર્ધાઓની વિગતવાર ચર્ચા સદર મિટિંગમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ઓલપાડ તાલુકા પંચાયત શાસક પક્ષનાં નેતા કિરીટભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજયભાઈ જરગલિયા, બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશભાઈ પટેલે પોતાનાં ઉદબોધનમાં રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમની રૂપરેખા આપી ગ્રામ્યકક્ષા તથા તાલુકાકક્ષાએ શાળા વ્યવસ્થાપન સમિતિ, વાલીજનો તથા ગ્રામજનો પણ આ વિશેષ કાર્યક્રમમાં સહભાગી થાય એ માટે જાહેર અપીલ કરી હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other