૧૦૮ ની ટીમે એમ્બ્યુલન્સની અંદરના જરૂરી સાધનો અને કીટ વડે ઘરે જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૦૨. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના પલસાણા ગામમાં રહેતા નિલેશભાઈ પાસવાન ના ધર્મપત્ની ગુંજાબેન ને ઘરે ૯ મહિના ડીલેવરીનો દુખાવો થતા તરત જ પતિએ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. પલસાણા તાલુકાના ભાટિયા લોકેશનની ૧૦૮ એમ્બ્યુલન્સને કેસ મળતા જેમાં ફરજ પર હાજર EMT ચંદ્રકાંતભાઈ પંચાલ તેમજ પાયલોટ આશિષ રાઠવા તાત્કાલિક જગ્યા પર જવા માટે નીકળી પડ્યા અને ત્યાં જઈને ખબર પડી કે ગુંજાબેનના પેટમાં ખુબજ દુખાવો થવાથી તમને તાત્કાલિક ઘરે જ ડિલેવરી કરવી પડી હતી તેવી એમ્બ્યુલન્સની અંદર જરૂરી સાધનો અને ડીલેવરી કીટ વડે emt ચંદ્રકાંતભાઈ તેમને ઘરે જ સફળતાપૂર્વક ડિલિવરી કરવામાં આવી હતી અને પછી તેમને ઇઆરસીપી જેમ કે અમદાવાદ હેડ ઓફિસ પર બેઠેલા સેન્ટ્રલ ફિઝિશિયન ડોક્ટર મહેશસર ના ગાઈડલાઈન મુજબ તેમને જરૂરી મેડિસિન આપી હતી અને પછી બાળક અને માતા બંનેને વ્યવસ્થિત રીતે સીએચસી પલસાણામાં ખસેડ્યા હતા. ત્યાં તેમની આગળની સારવાર કરવા માટે અને અત્યારે માતા અને બાળક બંને સુરક્ષિત છે. સમય સૂચકતા અને પ્રશસ્તનીય કામગીરી બદલ ઇએમઇ હિતેશ રોહિત સાહેબ અને પીએમ અભિષેક ઠાકર સાહેબ દ્વારા તેમની કામગીરીની સરાહના કરવામાં આવી હતી પરિવારજનોએ પણ ૧૦૮ ટીમનો આભાર માન્યો હતો
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
