નિયોલ પ્રાથમિક શાળામાં બાળકી યથા દેસાઈના જન્મદિન નિમિત્તે શૈક્ષણિક સામગ્રી તથા ફૂડ પેકેટનુ વિતરણ કરાયું

0
નિયોલ પ્રાથમિક શાળામાં બાળકી યથા દેસાઈના જન્મદિન નિમિત્તે શૈક્ષણિક સામગ્રી તથા ફૂડ પેકેટનુ વિતરણ કરાયું
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૦૨. સુરત જિલ્લાન પલસાણા તાલુકાના નિયોલ પ્રાથમિક શાળામાં બાળકી યથા દેસાઈના જન્મદિન નિમિત્તે શૈક્ષણિક સામગ્રી તથા ફૂડ પેકેટનુ વિતરણ કરાયું હતુ.

પલસાણા તાલુકાની નિયોલ પ્રાથમિક શાળા ખાતે તારીખ ૦૨ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ એક વિશેષ અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના અગ્રણી અને આગેવાન શ્રી મહાદેવભાઈ દેસાઈના પુત્ર શ્રી હાર્દિકભાઈ દેસાઈની પુત્રી યથા હાર્દિકભાઈ દેસાઈના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

નિયોલ પ્રાથમિક શાળામાં બાળકી યથા દેસાઈના જન્મદિન નિમિત્તે શૈક્ષણિક સામગ્રી તથા ફૂડ પેકેટનુ વિતરણ કરાયું

આ શુભ પ્રસંગે શાળાના તમામ બાળકોને એજ્યુકેશન પેડ (લેખન પેડ), ચોકલેટ તથા સ્વાદિષ્ટ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોતાના જન્મદિનની ઉજવણી શાળાના ભૂલકાંઓ સાથે કરીને દેસાઈ પરિવારે સમાજ સમક્ષ એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે.

કાર્યક્રમ દરમિયાન શ્રી હાર્દિકભાઈ દેસાઈએ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. શાળા પરિવાર તથા આચાર્યશ્રી દ્વારા શ્રી મહાદેવભાઈ દેસાઈનું પુષ્પગુચ્છ (બુકે) આપી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા દાતાશ્રી તથા દેસાઈ પરિવારનો આ ઉમદા કાર્ય બદલ શાળા પરિવાર અને બાળકો વતી આભાર વ્યક્ત કર્યો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *