પોલિટેકનીક ઇન એગ્રીકલ્ચર વ્યારાના ૨૦ વિદ્યાર્થીઓની ડીપ્લોમાથી ડિગ્રી કોલેજમાં પસંદગી

0
પોલિટેકનીક ઇન એગ્રીકલ્ચર, વ્યારા કોલેજ
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 01 :- નવસારી કૃષિ યુનિવર્સિટી સંલગ્ન પોલિટેકનીક ઇન એગ્રીકલ્ચર, વ્યારા કોલના કુલ ૨૦ વિદ્યાર્થીઓની ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭માં ડીપ્લોમાંથી ડિગ્રી અભ્યાસક્રમ માટે પસંદગી થઈ છે.

 

આ સફળતા પાછળ આચાર્યશ્રી ડૉ. એન. એમ. ચૌહાણનું સક્ષમ નેતૃત્વ, એકેડેમિક ઇન્ચાર્જશ્રી ડૉ. જે. બી. વસાવેનું સુચારૂ આયોજન અને ફેકલ્ટી સભ્યોનું સતત વિષયવાર માર્ગદર્શન હેઠળ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને સમયસર અભ્યાસક્રમ પૂર્ણ કરાવવા, ઓનલાઈન પરીક્ષાઓ અને સ્પર્ધાત્મક તૈયારીઓ માટે યોગ્ય શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

 

ગત વર્ષે કોલેજની વિદ્યાર્થિની સંધ્યાબેન ગામીત ન ડીપ્લોમા પાસિંગ સેરેમનીમાં ૩ ગોલ્ડ મેડલ તથા નિકુંજ ગામીતને હાઈએસ્ટ ગ્રેડ પોઈન્ટ માટે સર્ટિફિકેટ મળ્યું હતું.

 

પોલિટેકનિક ઇન એગ્રીકલ્ચર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વ્યારા તરફથી પ્રાપ્ત અખબારી યાદી માં આ વિશિષ્ટ સિદ્ધિઓ બદલ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી, ડીનશ્રી અને અધિકારીઓએ કોલેજ પરિવારને બિરદાવી પસંદગી પામેલા તમામ ૨૦ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *