૧૨થી વધુ કંપનીઓ દ્વારા ૫૫૦થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ

ઇન્ટરવ્યૂ અને પસંદગી પ્રક્રિયા અંતર્ગત તાપી જિલ્લાના ૩૦૦થી વધુ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ
—
ધોરણ ૮ પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો માટે ટ્રેઇની, ઓપરેટર અને એપ્રેન્ટિસ સહિતની તકો ઉપલબ્ધ
—
ઉકાઈ ખાતે યોજાયેલા તાપી જિલ્લાકક્ષાના રોજગાર ભરતી મેળામાં ૧૦૦૦ થી વધુ ઉમેદવારોની ઉપસ્થિતિ
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 01 :- તાપી જિલ્લા રોજગાર વિનિમય કચેરી તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ઉકાઈ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના રોજગાર ભરતી મેળામાં મંગળવારે ૧૦૦૦ થી વધુ ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. જે પૈકી ૩૦૦ વધુ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ હતી.
ભરતી મેળામાં ૧૨ થી વધુ કંપનીઓ/સંસ્થાઓ દ્વારા ૫૫૦ થી વધુ વિવિધ પદો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતી મેળામાં ધોરણ ૮ પાસ પાસથી લઈને ITI, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ તથા અન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ટ્રેઇની, મશીન ઓપરેટર, એપ્રેન્ટિસ, વેલ્થ એડવાઈઝર, સેલ્સ ઓફિસર, માર્કેટિંગ ઓફિસર, કોમ્પ્યુટર ઓપરેટર,ઇલેક્ટ્રિશિયન, વાયરમેન ફિટર સહિતની વિવિધ જગ્યાઓ માટે રોજગારની તકો ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
ભરતી મેળા દરમિયાન વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ તથા પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉમેદવારોને રોજગાર અને કારકિર્દી અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી અશોકભાઈ ગામીત દ્વારા યુવાનોને સરકાર દ્વારા ઉપલબ્ધ રોજગારલક્ષી સેવાઓ અને આવા ભરતી મેળાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન આઈ.ટી.આઈ. નિઝરના આચાર્યશ્રી શ્રી બી. એસ. ગામીત દ્વારા કરાયું હતુ. કાર્યક્રમનું સમાપન આર.ટી.આઈ. ઉકાઈના આચાર્યશ્રી નીતાબેન ગામીતે કર્યુ હતુ. તેમણે ભરતી મેળામાં ઉપસ્થિત તમામ ઉમેદવારો, કંપનીઓના પ્રતિનિધિઓ તથા આયોજન સાથે સંકળાયેલા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન જિલ્લા રોજગાર કચેરી, તાપીના અધિકારીશ્રી વિનોદ ભોંયે અને તેમની ટીમ દ્વારા કરાયુ હતુ. તેમના માર્ગદર્શન હેઠળ ભરતી મેળાની સમગ્ર વ્યવસ્થા સુચારુ રીતે કરવામાં આવી હતી. તેમ તાપી જિલ્લા રોજગાર અધિકારીશ્રી તાપી દ્વારા પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવાયુ હતુ.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
