કાંઠા વિસ્તાર સ્થિત ઓલપાડની મંદરોઇ પ્રાથમિક શાળામાં ગામનાં તેજસ્વી તારલાઓને સન્માનવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો

0
કાંઠા વિસ્તાર સ્થિત ઓલપાડની મંદરોઇ પ્રાથમિક શાળામાં ગામનાં તેજસ્વી તારલાઓને સન્માનવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો  
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૩૦.  ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત મંદરોઇ ગામે પ્રતિભાશાળી બાળકોનાં સન્માનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક ગામનાં ધોરણ-1 થી લઇ ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે નોંધપાત્ર દેખાવ કરેલ વિદ્યાર્થીઓને ગામનાં ઉપસરપંચ રાજુ રાઠોડ, શાળાનાં આચાર્ય જિજ્ઞેશ પટેલ સહિત ઉપસ્થિત અન્ય મહાનુભવો દ્વારા સન્માનપત્ર તથા મોમેન્ટો આપી નવાજવામાં આવ્યા હતાં.

ગામની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં યોજાયેલ આ કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. કાર્યક્રમનાં સંયોજક એવાં ગુજરાત એસ.ટી.(સુરત-૧)માં કંડકટર તરીકે ફરજ બજાવતાં પંકજ છગનભાઈ પટેલે યુવા સામાજિક કાર્યકર રિન્કેશ પટેલનાં સહયોગથી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. શાળાનાં ઉપશિક્ષિકા સેજલ પટેલે અંતમાં આભારવિધિ આટોપી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other