વિનોબા આશ્રમશાળા ગડતની દીકરીઓ જિલ્લા કક્ષાએ હેન્ડબોલમાં ચેમ્પિયન: ૮ ખેલાડીઓની રાજ્ય કક્ષા માટે પસંદગી

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૮. :- ગ્રામસેવા સમાજ વ્યારા સંચાલિત વિનોબા આશ્રમશાળા ગડતની અંડર-૧૪ દીકરીઓની હેન્ડબોલ ટીમે ૨૫મી ઓગસ્ટે વ્યારાના ઊંચામાળા ખાતે યોજાયેલી ‘સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા’ (SGFI) ની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે.
આ શાનદાર પ્રદર્શનના આધારે શાળાની ૮ દીકરીઓની રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી થઈ છે. આ સફળતા બદલ શાળાના આચાર્ય યોગેશભાઈ ગામીત તેમજ સમગ્ર શાળા પરિવારે વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.
રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ ખેલાડીઓ:
૧) ક્રિસ્ટીના નીતિનભાઈ ગામીત,
૨) સોનલ સુનિલભાઈ ગામીત,
૩) યશસ્વી શૈલેષભાઈ ગામીત,
૪) આરુષિ વિપુલભાઈ ગામીત,
૫) એંજલ આશિષ ગામીત,
૬) પ્રિયાંશી સંદીપભાઈ કોંકણી,
૭) સોહાની સંદીપભાઈ ગામીત
૮) મિતાલી મોહનભાઈ નિકુળિયા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
