રક્ષાબંધનના પાવન પર્વે 181 મહિલા હેલ્પલાઇનની તાપી ટીમની અનોખી ઉજવણી

0
રક્ષાબંધનના પાવન પર્વે 181 મહિલા હેલ્પલાઇનની તાપી ટીમની અનોખી ઉજવણી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૮. : રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે 181 મહિલા હેલ્પલાઇનની તાપી ટીમ દ્વારા ફરજ દરમિયાન સાદગીપૂર્ણ રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.

 

આ પ્રસંગે ટીમના સભ્યોએ સાથે મળીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ દરમિયાન ટીમના સભ્યો વચ્ચે સ્નેહ, ભાઈચારો અને ટીમ ભાવનાનો સુંદર માહોલ જોવા મળ્યો હતો.

 

રક્ષાબંધનના દિવસે પણ 181 મહિલા હેલ્પલાઇન ટીમ પોતાની ફરજ પર રહી મહિલાઓને જરૂરી મદદ અને સુરક્ષા પૂરી પાડવા માટે સતત કાર્યરત રહી હતી. તહેવારની ખુશીઓ સાથે સેવા અને ફરજ પ્રત્યેની જવાબદારીને મહત્વ આપીને ટીમે સમાજને સુંદર સંદેશ આપ્યો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *