કાકરાપાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરતા આરોપીઓને પકડી પાડતી કાકરાપાર પોલીસ

0
IMG-20260915-WA0012
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૫. પોલીસ ઈન્સ્પેક્ટર વી.કે. પટેલ કાકરાપાર પોલીસ સ્ટેશનને મળેલ બાતમી આધારે તાડકુવા ગામ, ઈન્ડીયન પેટ્રોલ પંપની સામે.ને.હા નં.૫૩ ઉપરથી બે ટ્રકોમાં પશુઓ ખીચોખીચ અને ટુંકી દોરીથી બાંધી ઘાસચારો કે પાણીની સગવડ વિના તેમજ કોઈ પ્રાથમિક સારવારના મેડીકલ સાધનો તેમજ સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર કે વેટેનરી ઓફિસરના પ્રમાણપત્ર વિના ગેરકાયદેસર રીતે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર રાજયમાં હેરાફેરી કરી લઈ જતાં પકડી હતી. જેમાં એક ટ્રક રજી.નં. RJ-21 GD-4018 માં આરોપીઓ (૧) ડ્રાઈવર- ઈરફાન ઈસ્માલઈ સીંધી તથા (૨) ક્લીનર-સોયબ હનીફ કાળાએ પોતાના કબ્જાની ટ્રકમાં કુલ મોટી ભેંસો નંગ-૧૨ તથા ૧ પાડો મળી કુલ-૧૩ જે આશરે આઠ થી દશ વર્ષના જે એક ભેંસની કિ.રૂ.૪૦ ,૦૦૦/- લેખે કુલ ૧૩ ભેંસો/પાડાની કુલ કિ.રૂ.૫,૨૦,૦૦૦/- ગણી તેમજ અશોક લેલાન કંપનીના ટ્રકની કિ.રૂ.૫,૦૦,૦૦૦/-ગણી તથા ડ્રાઇવર તથા ક્લીનર ના મોબાઈલ નંગ-૦૨ કિ.રૂ. ૧૦,૦૦૦/- તપાસ અર્થે કબજે કરેલ છે.

બીજી ટ્રક રજી.નં. GJ-31 T-5193 માં આરોપીઓ (૩) ડ્રાઈવર- શબ્બીર વલી ગની તથા આરોપી (૪) ક્લીનર – મુનાફ અલી નડિયાદીએ પોતાના કબ્જાની ટ્રકમાં કુલ મોટી ભેંસો નંગ- ૧૭ ભેંસો જે આશરે આઠ થી દશ વર્ષની જે એક ભેંસની કિ.રૂ.૪૦૦૦૦/-લેખે કુલ ૧૭ ભેંસો/પાડાની કુલ કિ.રૂ. ૬,૮૦,૦૦૦/- ગણી તેમજ અશોક લેલાન કંપનીના ટ્રકની કિ.રૂ.૫,૦૦,૦૦૦/-ગણી તથા ડ્રાઈવર તથા ક્લીનરના મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ. ૬૦૦૦/- તપાસ અર્થે કબજે કરેલ છે.

તેમજ આ ટ્રક નંબર – GJ-31 T-5193 ના માલીક તથા ભેંસો ભરાવી આપનાર (૧ ) ફારૂખ ઈબ્રાહિમ ગીરાસીયાને વોન્ટેડ જાહેર કરી તેમજ ટ્રક નંબર-RJ-21 GD-4018 ના માલીક તથા ટ્રક નંબર-RJ-21 GD-4018માં ભેંસો ભરાવી આપનાર ઈમરાન લીયાકત સીંધીને વોન્ટેડ જાહેર કરી કુલ્લે કિ.રૂ.૨૨,૧૬,૦૦૦/-નો મુદામાલ પકડી પાડી કાકરાપાર પોલીસ સ્ટેશનમા ગુનો રજીસ્ટર કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ આરોપીઓ તથા મુદામાલ પોલીસ ઈન્સપેક્ટર વી.કે. પટેલ તથા પોલીસ કોન્સ્ટેબલ હિરેનભાઈ શૈલેષભાઈ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ પ્રભુભાઈ વસનજીભાઈ તથા અ.હે.કો. કિરણભાઈ ચીમનભાઈ તથા અ.હે.કો. ગણપતભાઈ ગોમાભાઈ તથા આ.પો.કો. સતીષભાઈ કાન્તીલાલએ પકડી પાડેલ.

કામગીરી કરનાર ટીમ:-

શ્રી વી.કે. પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર, કાકરાપાર પોલીસ સ્ટેશન તથા અ.હે.કો. કિરણભાઇ ચિમનભાઇ તથા તથા પોલીસ કોન્સ્ટેબલ હિરેનભાઈ શૈલેષભાઈ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ પ્રભુભાઈ વસનજીભાઈ તથા અ.હે.કો. કિરણભાઈ ચીમનભાઈ તથા અ.હે.કો. ગણપતભાઈ ગોમાભાઈ તથા આ.પો.કો. સતીષભાઈ કાન્તીલાલએ કામગીરી કરેલ છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *