ઓલપાડની કમરોલી પ્રાથમિક શાળાનાં તમામ બાળકોને નોટબુકનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૦૭. ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત કમરોલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં તમામ બાળકોને ગામનાં અગ્રણી અને સામાજિક કાર્યકર્તા એવાં જિજ્ઞેશભાઈ પટેલ (એલ.આઇ.સી. એજન્ટ) તરફથી નિ:શુલ્ક નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ખૂબજ ઉમદા વ્યક્તિત્વ ધરાવતાં જિજ્ઞેશભાઈએ નિ:સ્વાર્થભાવે સ્વહસ્તે બાળકોને નોટબુક વિતરીત કરી હતી. આ તકે ઉપસ્થિત સૌએ તેમની સખાવતને બિરદાવી તાળીઓનાં ગડગડાટથી વધાવી હતી. પ્રારંભે શાળાનાં આચાર્ય જ્યોતિબેન પટેલે જિજ્ઞેશભાઈનો પરિચય આપી તેમનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું. આ તકે જિજ્ઞેશભાઈએ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વચન પાઠવ્યા હતાં. શાળાનાં બાળકોએ અંતમાં દાતા જિજ્ઞેશભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
