વ્યારાના કપુરામાં ઘર પર પડેલું ઝાડ તંત્રએ અર્ધા કલાકમાં હટાવી રસ્તો ખુલ્લો કર્યો
Contact News Publisher


(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૮. :- વ્યારા તાલુકાના કપુરા (ઉનાઈ રોડ) ખાતે આવેલા વેગી ફળિયામાં ભારે પવન અને વરસાદના કારણે શ્રી ગણેશભાઈ બાબુભાઈ ગામીતના ઘર પર એક મોટું ઝાડ ધરાશાયી થયું હતું, જેના કારણે મુખ્ય રસ્તો સંપૂર્ણ બંધ થઈ ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ આપત્તિ વ્યવસ્થાપન અને સ્થાનિક તંત્રની ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી માત્ર અર્ધા કલાકમાં જ આધુનિક કટર મશીન વડે ઝાડનું કટીંગ કરી બંધ થયેલા રસ્તાને પુનઃ કાર્યરત કરાયો હતો. તંત્રની આ ત્વરિત કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી.
૦૦૦
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
