વાલોડના ડુમખલ ખાતે નદી ફળિયા તરફ જતો માર્ગ પાણી ઓસરતા વાહનવ્યવહાર માટે પુનઃ શરૂ કરાયો

0
વાલોડના ડુમખલ ખાતે નદી ફળિયા તરફ જતો માર્ગ પાણી ઓસરતા વાહનવ્યવહાર માટે પુનઃ શરૂ કરાયો
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૮. :- તાપી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા ભારે વરસાદના પગલે વાલોડ તાલુકાના ડુમખલ ગામે નદી ફળિયા તરફ જતા મુખ્ય માર્ગ અને લો-લેવલ કોઝવે પર મંગળવારે માર્ગ પર પાણીનો ભરાવો થતાં સલામતીના ભાગરૂપે આ રસ્તો વાહનવ્યવહાર માટે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો હતો.

 

​અત્રે ઉલ્લેખનીય છે કે, વરસાદનું જોર ઘટતાં કોઝવે પરથી પૂરના પાણી ઓસરતા વહીવટી તંત્ર દ્વારા સ્થળની ચકાસણી કર્યા બાદ, બુધવારે આ માર્ગને ગ્રામજનો અને વાહનચાલકોની અવરજવર માટે પુનઃ સંપૂર્ણપણે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે, જેથી સ્થાનિક રહીશોએ રાહત અનુભવી છે.

૦૦૦

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *