તાપી જિલ્લા ખાતે દુષ્કર્મનો ભોગ બનનારને 23 અઠવાડિયા અને ચાર દિવસનો ગર્ભ રહેલ જે ગર્ભપાત કરાવવાની મંજૂરી આપતી સેશન્સ કોર્ટ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૭. તાપી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં પોક્સો સંબંધિત એક ગુનો રજીસ્ટર થયેલ જેમાં ભોગ બનનાર ને 23 અઠવાડિયા ચાર દિવસનો ગર્ભ રહેલ. જે ભોગ બનનારને ગર્ભપાત કરાવવાની પ્રક્રિયા માટે ડી.એલ.એસ.એ.નો સંપર્ક કરેલ. ડી. એલ. એસ. એ.ના સેક્રેટરી શ્રી વાય. બી. ગામીત સાહેબનાઓએ લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલના ચીફ નિલેશ જે. પટેલ ની નિમણૂક કરેલ. જે અનુસંધાને એલ.એ.ડી.સી. ચીફ શ્રી નિલેશ જે. પટેલ દ્વારા મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ 1971 ની કલમ 3 મુજબ ગર્ભપાત કરાવવાની મંજૂરી બાબતની અરજી તા.૩૦/૦૬/૨૦૨૬ના રોજ દાખલ કરવામાં આવેલ. તેમજ સેશન્સ કોર્ટને 24 અઠવાડિયા સુધીના ગર્ભપાત કરવાના હુકમના પાવર્સ હોય જેથી આ અરજીની સુનાવણી માટે આ ફોજદારી પરચુરણ અરજીને પ્રાથમિકતા આપી વહેલામાં વહેલી તકે હુકમ કરવા માટે એક અલગથી અરજી આપવામાં આવેલ. જેથી સ્પેશ્યલ પોકસો કોર્ટના મે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ શ્રી એ. બી. ભોજકનાઓએ સિવિલ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરના અભિપ્રાયનો રિપોર્ટ મંગાવવાનો હુકમ કરેલ. ભોગ બનનારને શારીરિક તથા ગર્ભની તપાસ કર્યા બાદ ડોક્ટરના રિપોર્ટના આધારે તા.૦૪/૦૭/૨૦૨૬ ના રોજ ભોગ બનનારના ગર્ભપાત કરાવવા માટેની અરજી મંજૂર કરવામાં આવેલ.
લીગલ એડ ડિફેન્સ કાઉન્સેલ ફક્ત ડિફેન્સનું જ કામ નહીં પરંતુ પ્રોસિક્યુશન તરફે પણ ભોગ બનનારની ગર્ભપાત કરાવવાની અરજી દાખલ કરી અરજી મંજૂર કરતો હુકમ મેળવવાની કામગીરી પણ ખૂબ જ સુંદર રીતે નિભાવેલ છે. અને તાપી જિલ્લામાં ખરેખર એક ઉમદા કામગીરીનો દાખલો બેસાડેલ છે અને ભોગ બનનારને આવનાર પરિસ્થિતિમાંથી ઉગારી – બહાર કાઢી ન્યાય અપાવી ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવેલ છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
