માંગરોળ તાલુકાના વાંકલ ગામે ગામીત ફળિયાની ૩૫ વર્ષીય મહિલાને કોરોનાં પોઝીટીવ આવતાં તંત્ર દોડતું થયું.

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા,  માંગરોળ)  :  માંગરોળ તાલુકાના વાંકલ ગામે ગામીત ફળિયામાં રહેતી અને ખેતીકામ કરતી ૩૫ વર્ષીય મહિલા કે જેની  કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી , આ મહિલાને તાવ આવતો હોવાની ફરિયાદને લઈ  એ વાંકલ પાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગઈ હતી, ત્યાં તારીખ ૨૪ મી ના રોજ એનાં બ્લડ સહિતના સેમ્પલ લેવામાં આવ્યા હતા આ સેમ્પલનો રીપોર્ટ આજે આવતાં આ   રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગમાં દોડ ધામ મચી જવા પામી છે આરોગ્ય વિભાગ દ્વારા તેમના સંપર્કમાં આવેલા તમામને હોમકોરોન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, આ મહિલાને ૧૦૮ ની મદદ લઈ સારવાર માટે લઈ જવામાં આવી છે, વાંકલ ગામમાં પ્રથમ કેસ નોંધવા પામ્યો છે.જેને પગલે માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી તરફથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. વાંકલ ગ્રામવાસીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other