સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રાથમિક શાળાનાં એચ ટાટ આચાર્યના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી

રજૂઆત કરતો પત્ર

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  સુરત જિલ્લા શિક્ષક સંઘનાં પ્રમુખશ કિરીટભાઈ પટેલ, મહામંત્રી  વિશ્વજીત  ચૌધરી દ્વારા રાજ્ય સંઘનાં  પ્રમુખને  એચ ટાટ આચાર્યનાં પ્રશ્નો લેખીત માં આપી નાયબ સચિવ શિક્ષણ સાથે મીટીગ હોઈ એમાં  ચર્ચા કરવા જણાવ્યું છે. એચ.ટાટ નાં પ્રશ્નોમાં પ્રાથમિક શિક્ષણમાં   એચ ટાટ ની કેડર મંજુર થઇ ત્યારે તે વખતે ૮૩૦૦ થી ૩૪,૮૦૦ ગ્રેડ પે ૪૪૦૦ પગાર ધોરણ ઠરાવેલ પરંતુ સુધારો કરી ૪૨૦૦ આપવામાં આવે છે સરકારી માધ્યમિક શાળાનાં આચાર્યને,પટાવાળા અને  ક્લાર્કનો, પગાર ૮૩૦૦-૩૪,૮૦૦ ગ્રેડ પે ૪૬૦૦ મળે છે જયારે પ્રાથમિક શાળાના આચાર્યને  ૪૨૦૦ મળે છે જયારે પ્રાથમિક શાળામાં નોકરીમાંથી મુખ્ય શિક્ષક થનાર શિક્ષકની દશ વર્ષની નોકરી બાદ પણ ૪૨૦૦ ગ્રેડ પે મળે છે જે ઘણું નુકસાન જાય છે,  એચ ટાટ મુખ્ય શિક્ષકની વધ મા વિદ્યાર્થીની સંખ્યામાં ફેરફાર કરવા બાબત, એચ ટાટ મુખ્ય શિક્ષકનાં ઉચ્ચતર પગાર ધોરણની સ્પષ્ટતા કરવા બાબત,  શિક્ષકો ને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ ૪૨૦૦ હક મુજબનૂન મળવું જોઈએ, એલ એફ ની કચેરી મા જે તે જિલ્લામાં   શિક્ષકો ના એલ એફનાં  કામો  બાબત, એચ ટાટ કેડર ની જિલ્લા ફેર, તાલુકા ફેર, તાલુકાની અન્ય શાળામાં પસન્દગી માંગણી બદલી કરવા બાબત  જેવા મુદ્દા આગામી સમયમાં નાયબ સચિવ શિક્ષણ વિભાગ સાથે રાજ્ય સંઘનાં હોદેદારની મીટીગ હોઈ સુરત જિલ્લા સંઘ વતી રજૂઆત કરવા કિરીટભાઈ પટેલે, વિશ્વજીતભાઈ ચૌધરીએ  રાજ્ય સંઘનાં પ્રમુખને  લેખીતમાં રજૂઆત કરી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other