વિકેન્દ્રીત જિલ્લા આયોજનની સમીક્ષા બેઠક કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ

વિકાસના કામો ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાપી કલેક્ટરશ્રીની અધિકારીઓને તાકીદ
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.02. – તાપી જિલ્લાના સર્વાંગી વિકાસને વધુ ગતિશીલ બનાવવાના હેતુથી કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ગુરુવારે વિકેન્દ્રીત જિલ્લા આયોજન હેઠળની વિવિધ યોજનાઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકને સંબોધતા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ જણાવ્યું કે, તમામ જનકલ્યાણના કાર્યો ગુણવત્તાસભર બને અને તેનો સીધો લાભ સમાજના છેવાડાના માનવી સુધી સુપેરે પહોંચે તે ખૂબ અનિવાર્ય છે. વધુમાં તેમણે, તેમણે તમામ જનહિતના વિકાસકામો સુદ્રઢ આયોજન સાથે નિયત સમય-મર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને દિશાનિર્દેશ આપ્યા હતા.
તેમણે બેઠકમાં, વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની તમામ યોજનાઓ, જનપ્રતિનિધીશ્રીઓના ફંડ તેમજ ATVT યોજના હેઠળના પ્રગતિ હેઠળના કામો સહિતની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ ઉપરાંત, ‘વિકાસશીલ તાલુકા યોજના’ અંતર્ગત મંજૂર થયેલા વિવિધ લોકઉપયોગી કામોની પ્રગતિની વિગતવાર નોંધ લઈ કામગીરીને વધુ વેગવંતી બનાવવા અંગે પણ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારીશ્રી કે. વી. પટેલ, જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીશ્રીઓ, તમામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ તમામ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
