વ્યારાની અજય જનકરાય નર્સિંગ કોલેજ ખાતે ટ્રાફિક, સાયબર ક્રાઈમ અને મહિલા સુરક્ષા અંગે જાગૃતિ સેમિનાર યોજાયો

0
વ્યારાની અજય જનકરાય નર્સિંગ કોલેજ ખાતે ટ્રાફિક, સાયબર ક્રાઈમ અને મહિલા સુરક્ષા અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.02. – વ્યારા સ્થિત અજય જનકરાય નર્સિંગ કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં સામાજિક અને કાનૂની જાગૃતિ લાવવાના હેતુથી વિશેષ સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ તંત્ર અને મહિલા અને બાળ અધિકારી કચેરીના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થી ભાઈ-બહેનોને વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સેમિનાર દરમિયાન જિલ્લા ટ્રાફીક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.બી. શેખ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી.બી. પરધને દ્વારા ટ્રાફિક નિયમોની સમજ આપવામાં આવી હતી. આ સાથે મહિલા પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી એન.આઈ. બારોટ અને મહિલા અને બાળ અધિકારી કચેરીના ખુશ્બૂબેન દ્વારા ‘શી-ટીમ’ ની કામગીરી અને મહિલા જાગૃતિ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા.

 

વધુમાં, એસ.ઓ.જી. શાખાના પી.એસ.આઈ. શ્રી એન.પી. ગરાસિયા અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. શ્રી ડી.આર. બથવાર દ્વારા ડિજિટલ યુગમાં વધતા સાઇબર ક્રાઇમથી બચવાના ઉપાયો તેમજ એન.ડી.પી.એસ. (નશાબંધી) કાયદા અને ડ્રગ્સના દૂષણ વિષે કાનૂની સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને જાગૃતિ ફેલાવતા પેમ્પલેટ્સનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *