વાલોડ ખાતે પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિર યોજાઈ

ખેતી ખર્ચ ઘટાડવા અને ઝેરમુક્ત અનાજ પકવવા માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર ઉત્તમ વિકલ્પ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 03 : જમીનની ફળદ્રુપતા અને ગુણવત્તામાં વધારો કરવાના આશયથી મંગળવારે વાલોડ તાલુકાના નાલોઠા-ગોલણ ક્લસ્ટર કક્ષાએ પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિર યોજાઈ હતી.
આ શિબિરમાં તાલુકા પ્રોજેક્ટ મેનેજરશ્રી જયદીપભાઈ ગામીત દ્વારા ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતા કહ્યું કે, ખેતી ખર્ચ ઘટાડવા અને ઝેરમુક્ત અનાજ પકવવા માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર ઉત્તમ વિકલ્પ છે.
તાલીમ દરમિયાન ખેતી મદદનીશ પાયલબેન ચૌધરીએ ખેડૂતોને જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃત બનાવવાની વૈજ્ઞાનિક અને પ્રેક્ટિકલ પદ્ધતિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.
આ પ્રસંગે કૃષિ સખી હેમલતાબેન એ. ચૌધરીએ ગ્રામીણ મહિલાઓની ભૂમિકા પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે, મહિલાઓ ધારે તો પ્રાકૃતિક ખેતીના આ અભિયાનને દરેક ઘર સુધી પહોંચાડી શકે છે. જ્યારે વિસ્તારના જાણીતા પ્રગતિશીલ ખેડૂત શ્રી અરવિંદભાઈ ચૌધરીએ પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી દ્વારા મેળવેલા સફળ પરિણામો અને આર્થિક ફાયદાઓ અન્ય ખેડૂતો સમક્ષ રજૂ કરીને સૌને આ પદ્ધતિ અપનાવવા પ્રેરિત કર્યા હતા.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
