રાજ્ય સરકાર દ્વારા વ્યારા નગરને બે મોબાઈલ ટોયલેટ વાન અને એક ડિશલ્ટ મશીનની ભેટ

0
Vyara palika got two mobile toilate van and one desalt machine.
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૯. આજ રોજ ગુજરાત સરકારશ્રી દ્વારા વ્યારા નગરપાલિકાને બે નવી મોબાઈલ ટોયલેટ વાન અને ડિશલ્ટ મશીન (ગટર સાફ સફાઈ માટે )ફાળવવામાં આવી જેનું અનાવરણ વ્યારા વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્યશ્રી મોહનભાઇ કોકણી ના હસ્તક કરવામાં આવ્યું. આ અનાવરણ કાર્યક્રમમાં નગર સંગઠન પ્રમુખશ્રી પ્રશાંતભાઈ પંચાલ, પાલિકા પ્રમુખ શ્રી ડો.પ્રિયાબેન પટેલ, ઉપપ્રમુખ શ્રી અનિશભાઈ ચૌધરી, કારોબારી અધ્યક્ષશ્રી તેજશભાઈ પંચાલ, દિલીપભાઈ જાદવ, ચીફ ઓફિસરશ્રી વંદનાબેન ડોબરીયા નગરપાલિકાના સભ્યશ્રીઓ, સંગઠનના હોદ્દાદારશ્રીઓ તથા નગરપાલિકા ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *