ખરીફ ઋતુમાં ખાતરોની ઉપલબ્ધતા તેમજ દુરૂપયોગ અટકાવવા તાપી જિલ્લામાં ટાસ્ક ફોર્સની રચના
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૫. તાપી જિલ્લામાં ખરીફ ઋતુમાં ખાતરોની ઉપલબ્ધતા તેમજ દુરૂપયોગ અટકાવવા ટાસ્ક ફોર્સની રચના અંગે જિલ્લા સમાહર્તા શ્રી દેવ ચૌધરીના અધ્યક્ષ સ્થાને ખેતીવાડી, બાગાયત, કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક સાથે કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સુચારૂ માર્ગદર્શન આપતા કલેકટરશ્રી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે તમામ તાલુકાઓમાં ખેડૂતોને જરૂરિયાત મુજબ ખાતર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની રહેશે. ખાતર વિક્રેતાઓ ઉપર મોનીટરીંગ રાખવા માટે તાલુકા કક્ષાએ સમિતિ બનાવીને ખેડૂતોને સમયસર ખાતર મળી રહે દુરૂપયોગ ન થાય તે માટે કૃષિ વિભાગે માઈક્રો પ્લાનિંગ સાથે આયોજન કરવાનું રહેશે. સરકારશ્રી દ્વારા ખેડૂતોને આપવામાં આવતો ખાતરનો જથ્થો નાનામાં નાના ખેડૂતને પણ મળી રહે તેવી અપેક્ષા કલેકટરશ્રી ચૌધરીએ વ્યક્ત કરી હતી.
આ બેઠકમાં પ્રાયોજના વહીવટદારશ્રી રાજેશ મૌર્ય , ઈ.ચા.જિલ્લા વિકાસ અધિકારી શ્રી ખ્યાતી પટેલ, નાયબ ખેતી નિયામકશ્રી સુનિલ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી ચેતન ગરાસીયા, કેવિકેના વૈજ્ઞાનિક ડો. સી.ડી. પંડ્યા ઉપસ્થિત રહ્યા હતાં.
૦૦૦૦૦૦૦૦
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
