હાઈવે સેફટી ટાસ્ક ફોર્સ કમિટીની સમીક્ષા બેઠક તાપી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાઈ
માનનીય સુપ્રિમ કોર્ટના આદેશના સ્પષ્ટ અમલીકરણ માટે હાઈવે ઓથોરિટી સહિત સબંધિત અધિકારીશ્રીઓને તાકીદ કરતા કલેકટરશ્રી દેવ ચૌધરી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૫. તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા (કલેકટર કચેરી સભાખંડ) ખાતે આજરોજ કલેકટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષ સ્થાને હાઈવે સેફટી ટાસ્ક ફોર્સ સમીક્ષા યોજાઈ હતી.જિલ્લા હાઈવે સેફટી ટાસ્ક ફોર્સની રચના સાથે પ્રથમ બેઠકને સંબોધતા કલેકટર શ્રી દેવ ચૌધરીએ સબંધિત અધિકારીઓને તાકીદ કરતા જણાવ્યું હતું કે માનનીય સુપ્રિમ કોર્ટના આદેશનું સ્પષ્ટ અમલીકરણ કરવાનું રહેશે. અકસ્માતોના નિવારણ માટે નેશનલ હાઈવે ઓથોરિટી બિનજરૂરી દબાણો સત્વરે દુર કરાવે તેમજ પોતાના કાર્યક્ષેત્રમાં નવા ઢાબા, રેસ્ટોરન્ટ, લારી-ગલ્લા વિગેરેએ દબાણ કર્યું હશે તો રી-સર્વે હાથ ધરીને વહીવટીતંત્ર/ પોલીસ, એઆરટીઓ સાથે મળીને કામગીરી કરવાની રહેશે. રાઈટ ઓફ વે સંરક્ષણ હેઠળ અનધિકૃત બાંધકામ ૬૦ દિવસમાં દુર કરી રીપોર્ટ આપવાનો રહેશે.
સહાયક વાહન વ્યવહાર અધિકારીશ્રી વી.એસ. ચૌહાણે ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે આ સિસ્ટમથી વાહન ચાલકના ફોટા સાથે મેમો ઈસ્યુ થઈ જાય છે. ૧૨૦ કી.મી. ઉપરની સ્પીડ ઉપર જતા વાહનો પણ નિયમ ભંગ થતા ઈ-ચલણ જનરેટ થઈ જાય છે. ઈમરજન્સી દરમિયાન મેડિકલ રિસ્પોન્સ મળી રહે તે ખૂબ જરૂરી છે. આ ઉપરાંત ટ્રક ડ્રાઈવરો માટે ૭૫ કિ.મી.ના અંતરે પાર્કિંગની સુવિધા, સર્વેલન્સ અને પેટ્રોલીંગ પ્રોટોકોલ સાથે ૧૦૩૩ ટોલ ફ્રી નાગરિકો માટે રાજમાર્ગ યાત્રા એપનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જે.એન. દેસાઈ, નિવાસી અધિક કલેકટર આર. આર. બોરડ, પ્રાંત અધિકારીશ્રી સંદિપ ગાયકવાડ, માર્ગ અને મકાન સ્ટેટ તથા પંચાયત કાર્યપાલક ઈજનેર શ્રીઓ એમ.એન. પટેલ, ધર્મેશ પટેલ, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
