વ્યારા તાલુકાના કપુરા ગામમાં આવેલ પટેલ ફળીયા વિસ્તારને COVID-19 Containment Area તરીકે જાહેર કરતું તંત્ર

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(માહિતિ વિભાગ-તાપી) : વ્યારા ; શનિવાર :- વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર ધ્વારા સમાયાંતરે કોરોના વાયરસ COVID-19ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપુરા ગામમાં COVID-19 નો પોઝીટીવ કેસ નોંધાયેલ છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.હાલાણી (આઈ.એ.એસ.) એ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ–૩૦ તથા કલમ-૩૪ તેમજ ધી એપેડેમીક ડીસીઝ એક્ટ,૧૮૯૭ ની કલમ–૨ અન્વયે મળેલ સત્તાની રૂએ તા.૧૩/૦૬/૨૦૨૦ થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી તાપી જિલ્લાના વ્યારા તાલુકામા કપુરા ગામના પટેલ ફળિયામાં ૩૪ ઘરોની વસ્તી-૨૨૦ ને નિયંત્રિત વિસ્તાર COVID-19 Containment Area (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરવામાં આવેલ છે.
તદ્અનુસાર ઉક્ત જાહેરનામામાં દર્શાવ્યા મુજબ વ્યારા તાલુકામાં સમાવિષ્ટ કપુરા ગામમાં હાઈસ્કુલ ફળિયું ૮૨ ઘરોની વસ્તી-૩૨૯,ગેટ ફળિયું ૪૫ ઘરોની વસ્તી-૧૭૭ અને નહેર ફળિયું ૩૩ ઘરોની વસ્તી-૧૪૫ મળી કુલ ૧૬૦ ઘરોની વસ્તી-૬૫૧ ને બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે.
Containment Area તરીકે જાહેર કરાયેલ વ્યારા તાલુકામાં સમાવિષ્ટ કપુરા ગામના પટેલ ફળીયા વિસ્તારમાં જરૂરી અમલવારી માટે સૂચવાયેલી બાબતોમાં જણાવ્યા મુજબ
આ વિસ્તારના એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ પર સરકારશ્રીની આરોગ્ય વિભાગની ગાઈડલાઈન (SOP) મુજબ આરોગ્ય ટીમ ધ્વારા થર્મલ સ્ક્રીનીગ કરવાનું રહેશે. આ વિસ્તારને આવરી લેતા તમામ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે.
આવશ્યક સેવાઓ(તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબધિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન-જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયત્રંણ કરવામાં આવશે.
ભારત સરકારશ્રીના Containment Area વિસ્તારમાં કરવાની થતી તમામ કાર્યવાહીની તમામ સુચનાઓની ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે. આવશ્યક સેવાઓના પુરવઠા સબંધિત આ વિસ્તારના એક જ એન્ટ્રી/ એકઝીટ પોઈન્ટ ખુલ્લો રાખવાનો રહેશે.
Containment Area તરીકે જાહેર કરાયેલ વ્યારા તાલુકામાં સમાવિષ્ટ કપુરા ગામના પટેલ ફળીયા વિસ્તાર સિવાયના હાઈસ્કુલ ફળિયું, ગેટ ફળિયું અને નહેર ફળિયા વિસ્તારને બફર ઝોન (Buffer Zone) તરીકે જાહેર કરી આ ઝોનની હદને સીલ કરવામાં આવે છે. બફર એરીયાના વિસ્તારમાં Social Distancing નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ માટે સવારના ૭.૦૦ કલાકથી રાત્રીના ૭.૦૦ કલાક સુધી જ પરવાનગી આપવામાં આવે છે. તે સિવાયની અન્ય પ્રવૃત્તિઓ પ્રતિબંધિત રહેશે. બફર એરીયામાં આવતા વિસ્તાર માટે દર્શાવાયેલ અપવાદની બાબતોમાં સરકારી ફરજ ઉપરની વ્યક્તિઓ તથા તેના વાહનો (સરકારી અને ખાનગી સહિત), આ વિસ્તારમાંથી પસાર થતાં તમામ માલવાહક વાહનો, આ વિસ્તારમાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી તથા સસ્તા અનાજની દુકાનો તથા આવશ્યક ચીજ વસ્તુઓનું વેચાણ-વિતરણ કરતા તથા વહીવટી તંત્ર દ્વારા ઈસ્યુ કરેલ પાસધારકોને લાગુ પડશે નહી.
આ જાહેરનામાની અમલવારી તા.૧૩/૦૬/૨૦૨૦ થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે તાપી જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ-સબ-ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.
૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other