શિશુ /વિદ્યા ગુર્જરી શાળાનો વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરુણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત શિશુ ગુર્જરી પૂર્વ પ્રા. શાળા તથા વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળાનો વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ તા-૦૨/૦૩/૨૦૨૬ને સોમવારના રોજ યોજવામાં આવ્યો.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાવૃંદ દ્વારા સરસ્વતી માતાની આરાધના થકી કરવામાં આવી. ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ. શાળાના આચાર્યશ્રી જય ડી.વ્યાસ દ્વારા ઉપસ્થિત મહાનુભવોને ઉષ્માભર્યો શાબ્દિક આવકાર આપી, પુષ્પગૂચ્છ દ્વારા આવકારવામાં આવ્યા.

આ કાર્યક્રમમાં સભારંભના અધ્યક્ષ તરીકે માન. શ્રી નવીનભાઈ ભીખુભાઈ પટેલ (USA) ઉપસ્થિત થયા, અતિથિ વિશેષ તરીકે સંસ્થાના મંત્રી માન. શ્રી નિખિલભાઈ આર. શાહે શોભામાં અભિવૃદ્ધિ કરી એમણે પોતાના ઉદ્દબોધનમાં વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ વિજેતા થયા તે બદલ સૌને શુભેચ્છા પાઠવી. આમ આવી અભ્યાસેત્તર પ્રવૃત્તિઓ દ્વારા પોતાનામાં રહેલી સુશુપ્ત શક્તિઓને જાગ્રત કરી વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠતાના ગુણ વિકસાવી સંસ્થાનું તથા પોતાના વાલીશ્રીઓનું સન્માન વધારવા બદલ પણ સૌને અભિનંદન પાઠવ્યા. તેમજ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત માન. શ્રી નવીનભાઈ ભીખુભાઈ પટેલ તરફથી તેમના સ્વર્ગસ્થ પિતાશ્રી સ્વ. ભીખુભાઈ પરભુભાઈ પટેલ ના સ્મરણાર્થે સંસ્થાને ૫૧,૦૦૦ રૂપિયાનું દાન પ્રાપ્ત થયું. તે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યા અને એમને સંસ્થા સાથે હર હંમેશ જોડાયેલા રહેવા આશા વ્યકત કરી.પોતાના વ્યક્તવ્યને વિરામ આપેલ.

ત્યારબાદ ઉપસ્થિત મહાનુભવોને હસ્તે વિવિધ સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી માન.શ્રી ચિરાગભાઈ પી. કોઠારી તથા શાળાના પૂર્વ કેમ્પસ ડાયરેકટર માન.શ્રી નવીનભાઈ વી.પંચોલીની ખાસ ઉપસ્થિતિ કાર્યક્રમની યશકલગી સમાન રહી હતી. શાળાના શિક્ષિકા શ્રીમતિ કીર્તિબેન રાઠોડ દ્વારા આભાર વિધિ કરી. કાર્યક્રમને વિરામ આપવમાં આવેલ.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *