તાપી : કપુરાની 19 દિવસીય બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : માતા સરોજબહેન નીતેશભાઇ ગામીત રહેવાસી પટેલ ફળિયા મુ. પો કપુરા તા. વ્યારા જી. તાપીની સામાન્ય પ્રસૂતિ જનક હોસ્પિટલ વ્યારા ખાતે તારીખ 26/05/2020 ના રોજ થઈ અને તારીખ 28/05/2020 ના રોજ હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ તેમની નવજાત દીકરી ક્રિવા નીતેશભાઈ ગામીતને તાવ ની તકલીફ થતા તારીખ 10/06/2020 સાંજે 10:30 કલાકે જનક હોસ્પિટલ ખાતે દાખલ કરાવામાં આવી અને તારીખ 11/06/2020 ના રોજ સાંજે 6:30 કલાકે સ્મીમેર હોસ્પિટલ સુરત ખાતે વધુ સારવારઅર્થે મોકલવામાં આવી ત્યાંથી તારીખ 12/06/2020 ના રોજ સિવિલ હોસ્પિટલ સુરત ખાતે રિફર કરાવામાં આવેલ જ્યાં Covid માટે સેમ્પલ તારીખ 12/06/2020 ના રોજ લેવામાં આવેલ જે કોરોના પોઝિટિવ આવેલ છે. અને હાલ સિવિલ હોસ્પિટલ સુરત ખાતે દાખલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other