જિલ્લા લોક વિજ્ઞાન કેંદ્ર વ્યારા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજે ૨૮ ફેબ્રુઆરી રાષ્ટ્રીય સ્તરે નોબેલ વિજેતા ભારતીય વૈજ્ઞાનિક ડૉ. સી.વી. રામનની યાદમા રાષ્ટ્રિય વિજ્ઞાન દિવસની ઉજવણી શાળા કોલેજમા થાય છે, આજ રોજ તાપી જિલ્લાના સૌ શિક્ષકો વાલીઓ અને બાળવિજ્ઞાનિકો ને તાપી જિલ્લા લોક વિજ્ઞાન કેંદ્રના ડાયરેક્ટર કેતન શાહ તથા સ્ટાફ દ્રારા રાષ્ટ્રિય વિજ્ઞાન દિવસની સૌને શુભકામના પાઠવવામા આવી અને ડાયરેક્ટર કેતન શાહ દ્રારા ડૉ. રામનના જીવન અને શોધો વિશે સમજ આપવામા આવી જીવનમા વિજ્ઞાનનુ ઘણુ મહત્વ છે ડગલે ને પગલે તમામ ક્રાંતિની પાછળ વિજ્ઞાન રહ્યુ છે. વિજ્ઞાન દ્રારા જ દેશની પ્રગતિ શક્ય છે અને લોકોનુ જીવન સુવીધા યુક્ત સારુ અને ઉજ્જવળ બને છે. આ દિવસે નોબલ પ્રાઇઝ વિજેતા ભારતિય વૈજ્ઞાનિક ડૉ. સી.વી રામને સમગ્ર વિશ્વમા ઉઅપયોગી “ રામન ઇફેક્ટ “ એટલે કે પ્રકાશના કિરણોની ભૌતિક વિજ્ઞાનમા પ્રસ્તુત કરી હતી. આથી દેશમા યુવા વર્ગોમા વિજ્ઞાનમા રસ જાગે તે હેતુથી વિશેષ દિવદસની ઉજવણી થાય છે. આ વર્ષે ક્રાંતિકારી શોધને ૯૮ વર્ષ પુરા થયા છે તેઓને ૪૦ વર્ષની વયે ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૮ ના રોજ પ્રકાશ વિજ્ઞાનમા અતિ મહત્વનુ સ્થાન પ્રપ્ત કરનાર રામન અસરની શોધ કરી હતી હાલમા વિજ્ઞાનની સંશોધનમા AI એટલે ક્રુત્રિમ જ્ઞાન જેના દ્વરા તમામ ડેટા ફીટ કરી કોઇપણ સાધન બનાવી શકાય તે આપણને ખુબ ઉપયોગી નિવડે છે જેનો સદઉપયોગ તબીબી, શિક્ષણ, અવકાશ, ખેતી અને જીવન જીવવાના અન્ય ક્ષેત્રોમા આપણને ફળદાયી રહ્યા છે.
આજરોજ ધો – ૯/૧૦ ની વિદ્યાર્થીઓને તાપી જિલ્લા લોક વિજ્ઞાન કેંદ્ર વ્યારા ખાતે બે કલાક quontam કીટ, ડ્રોન અને રોબોટ બનાવી તેમા રહેલા સેન્સર કેવી રીતે કામ કરે તેની જાણકારી પ્રયોગ – સાધન થકિ જિલ્લા વિજ્ઞાન કેંદ્રના ડાયરેક્ટર કેતન શાહ દ્રારા તાલિમ આપવામા આવી.
આજે ૬૦ વિદ્યાર્થીનીઓને સંકલ્પ લેવડાવી વિજ્ઞાનના સંશોધનમા રસ લઇ વૈજ્ઞાનિક બનવાના સ્વપ્નો સાકાર થઇ શકે છે. વિજ્ઞાન માત્ર પ્રયોગ આધારિત છે જે સમજણ હમોએ કેળવી લીધી છે જિલ્લા વિજ્ઞાન પ્રચારક પ્રકાશ ચૌધરી રણજીત ગામીત નિપુણા ચૌધરી અને ડાયરેક્ટર કેતન શાહ દ્રારા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર મા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવી વિજ્ઞાનનો જય જયકાર કરી જીવતા જીવનમા વિજ્ઞાન થકી સૌને માહિતગાર કર્યા અંતે સૌ અલ્પાહાર કરી છુટા પડી જય વિજ્ઞાન સુત્ર સાકાર કર્યુ.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
