આવતીકાલે કાકરાપાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ખાતે તાપી અને સુરત જિલ્લાની સંયુક્ત ઓફસાઈટ ઈમરજન્સી મોકડ્રીલ

Contact News Publisher

સુરત ખાતે તાપી-સુરત વહીવટીતંત્ર, એનડીઆરએફની ટેબલ ટોપ એક્સરસાઇઝ બેઠક યોજાઈ

માંડવી-વ્યારાના આસપાસના અસરગ્રસ્ત વિસ્તારોના ગ્રામજનોનું સ્થળાંતર કરવામાં આવશે : લોકોને ગભરાયા વિના સંચેત રહેવા અપીલ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.26. :- સુરત જિલ્લાના માંડવી તાલુકા સ્થિત કાકરાપાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ (KAPS) ખાતે કોઈ પણ પ્રકારની આકસ્મિક દુર્ઘટના સામે સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે આવતીકાલે તા. ૨૭મી ફેબ્રુઆરીના રોજ સવારે ૭:૦૦ કલાકે ‘ઓફસાઇટ ઇમરજન્સી મોકડ્રીલ’નું આયોજન કરવામાં આવ્યું છે.

આ કવાયતને સફળ બનાવવા માટે સુરત ખાતે સુરત કલેકટર ડો.સૌરભ પારધી, એન.ડી.એમ.એ.ના મેજર જનરલ એ.કે.વર્મા, તાપી જિલ્લાના વ્યારા પ્રાંત અધિકારીશ્રી સંદીપ ગાયકવાડ, નાયબ કલેક્ટરશ્રી નિશાંત કુશાગિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ, કાકરાપાર સાઈટના ડાયરેકટર, NDRF સહિત પોલીસ, આરોગ્ય, પંચાયત વિભાગના અધિકારીઓ સાથે ટેબલ ટોપ એક્સરસાઇઝ બેઠક યોજાઈ હતી.

મોકડ્રીલ અંતર્ગત ભૂકંપના કારણે કાકરાપાર ન્યુકિલયર પાવર પ્લાન્ટમાં સવારે ૭.૦૦ વાગે ઓફસાઇટ ઈમરજન્સી જાહેર કરાશે. જેથી માંડવીના વાંકલા, હરિપુરા કાનાધાટ તથા પીપલવાડા ગામોમાંથી તેમજ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બેડકુવાદુર તથા અસરગ્રસ્ત વિસ્તારના ગ્રામજનોનું સ્થળાંતર કરીને સોનગઢ કોલેજ ખાતે લઈ જવાશે. આ ઉપરાંત, રસ્તાઓનું ડાયવર્ઝન, આયોડિનયુકત ટેબ્લેટનું વિતરણ તથા તકેદારીના ભાગરૂપે લેવામાં આવનાર તમામ પગલાઓ અંગે લોકોને જાગૃત કરવામાં આવશે.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *