સુંવાલી ખાતે તાલુકા કક્ષાનું નારી સંમેલન યોજાઈ

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : આજરોજ તા. ૨૫/૦૨/૨૦૨૫ના રોજ સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા ચોર્યાસી તાલુકાના સુંવાલી સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે તાલુકા કક્ષાનું નારી સંમેલન યોજાયું હતું. મહિલાઓના સામાજિક પ્રશ્નોના નિરાકરણ, તેમના હક્કોની જાગૃતિ તેમજ ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા રાજ્યમાં ચાલી રહેલી નારી અદાલતોના કાર્યો, હેતુ અને કાર્યપદ્ધતિ વિશે માર્ગદર્શન આપવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં માતા યશોદા એવોર્ડ (૨૦૨૨-૨૩)નું વિતરણ પણ કરવામાં આવ્યું. આ સંમેલન તાલુકા પંચાયત ચોર્યાસીની પ્રમુખશ્રી શ્રીમતી તૃપ્તિબેન પી. પટેલની અધ્યક્ષતામાં યોજાયું હતું. કાર્યક્રમમાં શ્રીમતી લતાબેન દલપતભાઈ પટેલ, શ્રીમતી વાસંતીબેન સુરેશભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી મયુરીબેન ગાઈન, સી.ડી.પી.ઓ. શ્રીમતી દીક્ષિતા બેન ડોડીયા તથા એડવોકેટ શ્રીમતી પ્રિતી બેન જોશી ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય સેવિકાઓ, આઇ.સી.ડી.એસ. કચેરી સ્ટાફ, આંગણવાડી કાર્યકરો તેમજ વિવિધ ગામોમાંથી આશરે ૨૦૦ જેટલી મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દ્વારા મહિલાઓમાં જાગૃતિ અને આત્મવિશ્વાસ વધારવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *