વ્યારા નગરપાલિકા દ્વારા સિનિયર સિટીઝન કલબનુ નવિનીકરણ કરાતા સિનિયર સિટીઝન કલબ દ્વારા પાલિકા પ્રમુખશ્રી અને સીનિયર સીટીઝનના ચેરમેનશ્રીનું સન્માન અભિવાદન કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ૨૫મી ફેબ્રુઆરી-૨૦૨૬ના રોજ સિનિયર સિટીઝન ગૃપ વ્યારા દ્વારા ફેબ્રુઆરી માસનો જન્મોદિન શુભેચ્છા કાર્યક્રમ સાથે સંગીત સંધ્યાના કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવેલ જેમા વ્યારા નગરપાલિકાના પ્રમુખશ્રી રિતેશભાઇ ઉપાધ્યાય સહીત ચેરમેનશ્રી સીનિયર સીટીઝન અને કલ્યાણ સમિતી શ્રીમતી નિમીષાબેન હેમંતભાઇ તરસાડીયા તથા પાલિકાના સભ્યશ્રીઓને વિશેષ આમંત્રણ આપી બોલાવ્યા હતા.
પાલિકાના સીનિયર સીટીઝનના ચેરમેનશ્રી નિમીષાબેન તરસાડીયાની સમિતીમાં થયેલ ઠરાવ મુજબ કલબનુ રિનોવેશન નિવીનિકરણ ખૂબ જરૂરી હોય તે ઠરાવને ધ્યાને લઇ પ્રમુખશ્રીએ સાધારણ સભામા બહાલી આપી ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટ માંથી મુખ્યમંત્રી સ્વર્ણીમ યોજના અંતર્ગત ₹ ૨૨લાખ જેટલી માતબર રકમ મંજુર કરી કલબમાં નવુ સીલીંગ નાખવુ, નવા વાયરીંગ સહીત લાઇટ, પંખા, માઇક સેટ, ખુરશી, ટેબલ વિગેરે નવુ ખરીદી કર્યુ સાથે દરવાજા, બારી, રસોડુ, ટોયલેટ બાથરુમન નું રિનોવેશન તથા રંગ રોગાન બહાર ગાર્ડનમાં હીચકા સહીત ટોયલેટ પેવરબ્લોક અને કલબના પ્રવેશદ્વાર પર આકર્ષણ લાઇટીંગ વાળો ગેટ સાથે વૉટરહારવેસટીંગ પણ કરવામાં આવ્યુ.
સીનિયર સીટીઝન કલબના પ્રમુખશ્રી સુભાષભાઇ શાહ, ઉપપ્રમુખશ્રી મહેરનોઝભાઈ જોખી તથા વરિષ્ઠ આગેવાનશ્રી મહેશભાઇ શાહે ઉકત બાબત ઘ્યાને લઇ આભાર વક્તવ્ય કરી પાલિકા પ્રમુખશ્રી રિતેશભાઇ ઉપાધ્યાય અને સીનિયર સીટીઝન સમીતિના ચેરમેનશ્રી નિમીષાબેન હેમંતભાઇ તરસાડીયા સહીત સભ્યશ્રી રાકેશભાઈ ચૌધરીનુ પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી સન્માન/અભિવાદન કર્યુ હતુ.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
