તાપી જિલ્લામાં ઉદ્યોગ વિકાસને ગતિ આપવા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
MSME યોજનાઓ, લોન અને સબસિડી અંગે યુવા-યુવતીઓને વિસ્તૃત માહિતી આપાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.25 : ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) મંત્રાલયના અનુસંધાને ઉદ્યોગ ક્ષેત્રે વિકાસને વધુ સશક્ત બનાવવા તેમજ યુવાનોને સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરવા તાપી જિલ્લામાં સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આશરે ૧૦૦થી વધુ યુવા-યુવતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ માર્ગદર્શનનો લાભ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન MSME મંત્રાલયની વિવિધ યોજનાઓ તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અમલમાં મૂકાતી સહાય યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપસ્થિત અધિકારીઓ દ્વારા ઉદ્યોગ સ્થાપન પ્રક્રિયા, નાણાકીય સહાય, બેંક લોન સુવિધા તથા સબસિડી સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે MSME મંત્રાલયના અધિકારીઓ, લીડ બેંક મેનેજરશ્રી, CEDના પ્રતિનિધિઓ, તાલુકા ઉદ્યોગ કમિશનરશ્રી તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
